24 October 2017

નવસારી રેલવે સ્ટેશનની સફાઈ ખોરવાઈ


હજારો લોકોની જ્યાં અવરજવર રહે છે એ રેલવેનાં ‘એ’ ગ્રેડના નવસારી રેલવે સ્ટેશનની સફાઈ છેલ્લા 20 દિવસથી ખોરવાઈ છે. સ્ટેશનનો સફાઈ કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ નવો કોન્ટ્રાક્ટ હજુ ન અપાતાં આ સ્થિતિ સર્જાઈ છે. નવસારી રેલવે સ્ટેશનને રેલવે તંત્રએ‘એ’ ગ્રેડમાં મૂક્યું છે. અહીં ઘણી ટ્રેનોનાં સ્ટોપેજ છે જેમાં લોકલ,એક્સપ્રેસ તથા અન્ય કેટેગરીની ટ્રેનોનો પણ સમાવેશ થાય છે.

રોજીંદા હજારો મુસાફરો નવસારી રેલવે સ્ટેશનથી અવરજવર કરે છે. આ સ્ટેશનની સફાઈ વ્યવસ્થા હાલ ખોરવાઈ ગઈ છે. નવસારી રેલવે સ્ટેશનની પણ સાફસફાઈ માટે રેલવે તંત્ર કોન્ટ્રાક્ટ આપે છે. હાલ રેલવે 30 દિવસની સફાઈનો કોન્ટ્રાક્ટ આપે છે. અહીં સફાઈનો છેલ્લો કોન્ટ્રાક્ટ 3 ઓક્ટોબરનાં રોજ પૂર્ણ થઈ ગયો હતો.આ કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ સફાઈનો નવો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ન હતો.

આજદિન સુધી કોન્ટ્રાક્ટ ન અપાતા છેલ્લા 20 દિવસથી સ્ટેશનની સફાઈ કામગીરી ખોરવાઈ ગઈ છે. સ્ટેશને સફાઈ કામગીરી સમયસર થઈ શક્તી નથી. જેને લઈને કચરો સ્ટેશને જ્યાને ત્યાં જોવા મળી રહયો છે.હવે તો મુસાફરોમાંથીપ ણ આ અંગે ફરિયાદ બહાર આવવા માંડી છે. સ્થાનિક રેલવે તંત્ર સફાઈ માટે કુલીનો સહારો લઈ રહયું છે.સ્થાનિક તંત્ર છુટક મજુરો સફાઈ માટે શોધે છે પરંતુ હાલ દિવાળીના દિવસોમાં મજુરો પણ મળતા નથી.

આ અંગે નવસારી રેલવે સ્ટેશન મેનેજર એન.સી.સેન એ જણાવ્યું કે,સફાઈનો કોન્ટ્રાક્ટ હાલ કાર્યરત ન હોવાથી મુશ્કેલી જરૂર ઉભી થઈ છે પરંતુ અમે સ્ટેશનની સફાઈ કામગીરી થાય તેવા પ્રયાસો જરૂર કરીર હયા છે.’

તાજેતરમાં જ સફાઈનો એવોર્ડ મ‌ળ્યા હતો
નવસારી શહેરને સ્વચ્છતાનો એવોર્ડ કેન્દ્ર સરકારે થોડા સમય પહેલાં મળ્યો હતો. જોકે મળતી માહિતી મુજબ નવસારી રેલવે સ્ટેશનને પણ સ્ટેશનની સફાઈ કામગીરી માટે ભૂતકાળમાં પ્રશંસા મળી છે અને એવોર્ડ મળ્યા છે.સ્ટેશને જ્યારે સફાઈનો કોન્ટ્રાક્ટ કાર્યરત હોય છે ત્યારે દિવસ દરમિયાન અંદાજે 30 જેટલા સફાઈકર્મી અલગ અલગ પાળીમાં કામ કરતા હોય છે.

જેના થકી સ્ટેશનને ચોખ્ખું ચણાક રાખવામાં આવે છે.સ્ટેશન ઉપર ગંદકી યા કચરો ખાસ જોવા મળતો નથી. એવી પણ જાણકારી મળી છે કે,ભૂતકાળમાં તો સફાઈ માટે બે-ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ અપાતો હતો પરંતુ’ કેટલાક વખતથી 30 દિવસનો કોન્ટ્રાક્ટ અપાય છે. આ 30 દિવસનાં કોન્ટ્રાક્ટ બાદ જ સફાઈની રામાયણ સર્જાઈ છે.