16 October 2017

ચૂંટણી ટાણે નવસારીના બિસ્માર માર્ગોને રીકાર્પેટ કરવાના કામનો પ્રારંભ


મુખ્ય રસ્તાઓ ચોમાસાની મોસમમાં ખખડઘજ થઇ ગયા હતા. આ બિસ્માર થયેલ માર્ગો ઉપરથી પસાર થઇ રહેલા વાહનચાલકોને મુશ્કેલીનો સામનોક રવો પડી રહયો હતો. જોકે હવે આ મુશ્કેલીઓનો અંત આવી રહયો છે.

નવસારી પાલિકાએ શહેરનાં અનેક આંતરિક ઉપરાંત કેટલાક મુખ્ય રસ્તાઓને રીકાર્પેટ કરવાની કામગીરી હાથ ધરી છે. પાલિકાનાં સૂત્રમાંથી મળતી માહિતી મુજબ શહેરનાં 25 જેટલા રસ્તાઓને રીકાર્પેટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આંતરિક ઉપરાંત મુખ્ય રસ્તાને પણ રીકાર્પેટ કરાઇ રહયા છે. અંદાજે 1.98 કરોડ રૂપિયાનાખર્ચે કામ કરાઇ રહયું છે. નવસારી પાલિકાનાં સીટી ઇજનેર રાજુ ગુપ્તાએ જણાવ્યું કે હાલ જે રસ્તા બનાવાયા છે. તેમાં ઘણા ચાર મહિના અગાઉ મંજુર થયા હતા.

અહીં ઉલ્લેખનીય છે કે મંજુર થયેલ રસ્તાઓ ઉપરાંત પણ કેટલાક માર્ગ ઠીકઠાક કરવાની જરૂર છે. ચૂંટણી આ ચાર સંહિતા અમલી બને તે અગાઉ આ રસ્તાના કામોને મંજુર અપાય એવી શક્યતા છે.