18 October 2017

નવસારીમાં 'પદ્માવતી' ફિલ્મ પર બ્રેક લગાવવા રજૂઆત


સમગ્ર ગુજરાત તથા ભારત દેશમાં પદમાવતી નામની ફિલ્મ સિનેમા ઘરોમાં રિલીઝ ન કરવા બાબતની જાણ કરી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના હેઠળ અખીલ ભારતીય રાજપૂત સમાજ નવસારી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું છે.

ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી “પદ્માવતી” નામની ફિલ્મ બનાવી રહ્યા છે, તેમાં મહારાણી પદ્માવતીને મુધલ બાદશાહ અલ્લાઉદિન ખીલજીની પ્રેમિકા તરીકે દુનિયાની સામે દર્શાવવા જઇ રહયા છે. “મહારાણી લાજ રાખવા માટે થઇને એક બે નહીં પણ 16000 ક્ષત્રિયાણીઓ તેમજ અન્ય હિન્દુ જ્ઞાતિની તમામ મહિલાઓ સાથે ઝોહર (અગ્નિની ચિતા ખડકી અને જીવતા તેમાં કુદી જવું) કહી તેમણે મોતને ગળે લગાવ્યું હતુ.

પરંતુ તેઓ મુઘલ બાદશાહના તાબે થયા ન હતા. આ ઇતિહાસ વાતની સાક્ષી પૂરે છે. આ ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી પોતાના સ્વાર્થ માટે થઇ પૈસા કમાવવા માટે થઇ ઇતિહાસ સાથે ચેડા કરી અને પદ્માવતીને મુઘલ બાદશાહની પ્રેમિકા બતાવવા જઇ રહ્યા છે.