31 October 2017

નવસારીના કચરાના ધુમાડાથી જલાલપોરમાં ગૂંગળામણ


નવસારી શહેરનો ઘનકચરો જ્યાં ઠલવાય છે બંદરરોડ ઉપર કચરો બાળવાને કારણે તેનો પ્રદુષિત ધુમાડાનો ભોગ નજીકના જલાલપોર વિસ્તારના લોકો બની રહ્યા છે.

નવસારી શહેરનો મોટાભાગનો ઘનકચરો શહેરના પશ્ચિમ વિભાગમાં આવેલા બંદર રોડ ઉપર ઠાલવવામાં આવે છે. છેલ્લા કેટલાય વર્ષોથી નવસારીનો કચરો અહીં ઠલવાય છે. બંદરરોડ ઉપર ઘનકચરો ઠાલવવાના મુદ્દે પાંચેક વર્ષ અગાઉ બંદરરોડ-રાયચંદ રોડના લોકોએ આંદોલન પણ કર્યું હતું. જોકે પાલિકાના આશ્વાસનને કારણે આંદોલન થમી ગયું હતું. જોકે બંદર રોડ ઉપર કચરાના નિકાલનો વિરોધ નથી. કચરાને સળગાવવાને કારણે પેદા થતા ધુમાડાના ગોટેગોટા પણ લોકોની તકલીફનું કારણ બન્યું છે.

નવસારી પાલિકા શહેરનો જે ઘનકચરો બંદરરોડ ઉપર ઠાલવે છે, કચરો સળગતો પણ જોવા મળે છે. દિવસે ઉપરાંત ખાસ કરીને રાત્રિના સમયે કચરો સળગાવવાને કારણે ધુમાડાના ગોટેગોટા નજીકના વિસ્તારમાં ફેલાય છે. કચરામાં મૃતપશુઓ સહિત અનેક કોહવાટ ધરાવતી વસ્તુઓ બળવાને કારણે પ્રદુષિત ધુમાડો નજીકના જલાલપોર તથા જલાલપોર રોડ વિસ્તારમાં આવેલી માનવ વસાહતમાં જાય છે. રાત્રિના સમયે સ્થિતિ વધુ વિકટ બને છે. વાતાવરણ ધુમાડાવાળુ બને છે અને લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. આંખમાં બળતરા પણ થાય છે. નજીકના વિસ્તારમાં તો ધુમાડાને કારણે અંધકાર છવાય છે. બંદરરોડને લાગુ જલાલપોર રોડના કેટલાક વિસ્તારમાં તો લોકો રાત્રિએ બારણા પણ બંધ રાખે છે. અગાઉ સમસ્યા ચર્ચાસ્પદ બની હતી. હવે પુન: મામલો પ્રકાશમાં આવ્યો છે. જલાલપોરના સામાજિક કાર્યકર પરિમલ નાનુભાઈ પટેલે આજે સોમવારે આા કચરાના ધુમાડાને કારણે જલાલપોર વિસ્તારમાં પેદા થતી સમસ્યાની રજૂઆત નવસારી પાલિકામાં પણ કરી છે. પાલિકા ધુમાડો રોકે તો આંદોલન કરવાની ચીમકી પણ આપી છે. પરિમલ પટેલ મામલો કલેકટરાલય તથા ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડમાં પણ લઈ જઈ રહ્યા છે. બંદરરોડના રહીશ મનુભાઈ પટેલના જણાવ્યાનુસાર ધુમાડાથી અમનો તો તકલીફ થાય છે સાથે સમગ્ર સ્ટેશન વિસ્તાર, જલાલપોરમાં પણ ધુમાડાની અસર જોવા મળે છે.

કચરો સળગાવે છે કોણ ? 
નવસારીના બંદર રોડ ઉપર પાલિકા દ્વારા ઠલવાતો કચરો સળગાવાય છે અને ધુમાડો જલાલપોર વિસ્તારમાં હાનિ કરે છે તો હકીકત છે પરંતુ પ્રશ્ન છે કે કચરો સળગાવે છે કોણ ? પાલિકા તંત્ર કે અન્ય કોઈ ? અંગે નવસારી પાલિકાના ચીફ ઓફિસર રમેશ જોષીએ જણાવ્યું કે નગરપાલિકા કચરો સળગાવતુ નથી. કચરો અન્ય કોઈ ટીખળ કરવા સળગાવતું હોવાની શક્યતા છે. જોકે બાબત રોકવા પાલિકા કચરાના સ્થળે ચોકીદાર મુકશે અને જરૂર જણાય તો સીસીટીવીનો ઉપયોગ પણ કરી શકે છે.