22 November 2017

નવસારીને તમાકુ મુક્ત બનાવવાના 9 લાખની ગ્રાંટ


ભારતના આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે વિશ્વમાં ચીન બાદ ભારતમાં સૌથી વધારે તમાકુ ઉત્પાદનોનું વેચાણ થાય છે. વિશ્વમાં તમાકુનું ઉત્પાદન થાય તેમાં 10 ટકા હિસ્સા ભારતનો છે. 4 લાખ હેકટરમાં ભારત દેશમાં તમાકુ ઉત્પાદન થાય છે. આશરે 1.30 કરોડ લોકો તમાકુ દ્વારા રોજગારી મેળવે છે. 55 લાખ લોકો બીડી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે.

વિશ્વમાં તમાકુના કારણે વર્ષે 54 લાખ લોકો મૃત્યુ પામે છે. ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે પ્રમાણે ગુજરાતમાં તમાકુ ઉપયોગનું પ્રમાણ પુરૂષોમાં 46.2 ટકા અને સ્ત્રી 11.3 ટકા સ્ત્રી તમાકુનું સેવન કરે છે. પુરૂષોમાં 51 ટકા કેન્સર તમાકુથી થાય છે ત્યારે ગુજરાતને તમાકુ મુક્ત કરવાના નાટકમાં નવસારી જિલ્લાને 9 લાખની ગ્રાંટ ફાળવાઈ છે. જેના માટે આગામી દિવસોમાં બેઠક બોલાવીને અમલવારી માટે કામગીરી કરાશે. જેમાં શાળાઓમાં અવેરનેસ પ્રોગ્રામ તથા ધી સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડકટસ એકટ 2003 (કોપ્ટા 2003)ના પાલન માટે દુકાનો, શાળા-કોલેજોની આસપાસ તથા તમાકુ ઉત્પાદન બનાવતા એકમોમાં તપાસ કરવ

હોટલ-રેસ્ટોરન્ટના સ્થળે ચેતવણી ફરજીયાત
હોટલો, રેસ્ટોરન્ટ, ઢાબા જેવા એકમોમાં કોપ્ટા 2003ની કલમો 4, 5, 6બ તથા 7 પ્રમાણે બહારના ભાગે તથા અંદરના ભાગે 60 બાય 30 ઈંચના ચેતવણી બોર્ડ લગાવવા ફરજીયાત છે. આવા સ્થળે કોઈ ધુમ્રપાન કરતા પકડાય તો તેના માલિક પાસેથી પકડાયેલા વ્યક્તિદીઠ રૂ. 200 લેખે દંડ વસૂલવામાં આવશે.

ડિસ્ટ્રિકટ લેવલ કોર્ડિનેશન કમિટી અમલવારી કરાવશે
નવસારી જિલ્લાને તમાકુ મુક્ત કરવા ડિસ્ટ્રિકટ લેવલ કોર્ડિનેશન કમિટીનો મહત્ત્વનો રોલ રહેશે. કમિટીમાં કલેકટર, ડીડીઓ, જિલ્લા પોલીસવડા, સીડીએચઓ, પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અધિકારી, મેડિકલ ઓફિસર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે.

શાળાઓની આસપાસ પ્રતિબંધ
ટોબેકો કંટ્રોલ એટની કલમ 6 મુજબ શૈક્ષણિક સંસ્થાની આસપાસની 100 વારની ત્રિજ્યામાં તમાકુની બનાવટોનું વેચાણ કરવું એ ગુનો બને છે પરંતુ નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી શાળાઓની આસપાસ જ પાન ગુટખા તેમજ માવા-મસાલાના ગલ્લા, દુકાનો જોવા મળે છે.

તમાકુ મુક્ત જિલ્લો બનાવવાની કામગીરી કરાશે
ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ માટે અંદાજિત 9 લાખની ગ્રાંટ ફાળવવામાં આવી છે. સ્કૂલ-કોલેજોના વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા સહિત અનેક કાર્યક્રમો, જાહેરાતો કરી તમાકુમુક્ત જિલ્લો બનાવવાની કામગીરી કરાશે. - ડો. એમ. આર. ડેલીવાલા, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી