24 November 2017

કૃષિ યુનિ.ના ડો. મેહુલ ઠક્કર ટીચીંગ એકસેલન્સ એવોર્ડથી સન્માનિત


નવસારી કૃષિ યુનિવર્સિટીના MBA પ્રોગ્રામના એસોસિએટ પ્રોફેસર ઇન HRM અને સમગ્ર યુનિવર્સિટીના પ્લેસમેન્ટ એન્ડ કાઉન્સેલિંગ હેડ ડો. મેહુલ ઠક્કરને ટીચીંગ એકસેલન્સ એવોર્ડ એનાયત કરાયો હતો.

હાયર એજ્યુકેશન ફોરમ, મુંબઈ દ્વારા "ટ્રાન્સફોર્મિંગ હાયર એજ્યુકેશન થ્રુ ઇનોવેશન એન્ડ ટીચીંગ એકસેલન્સ" ની થીમ પર ચોડ સમાન વૈચારિક આદાનપ્રદાન માટે રીજીઓનલ કોન્ફરન્સનું આયોજન વડોદરા ખાતે થયું હતું.

જેમાં ગુજરાતની 8 યુનિવર્સિટીઓના કુલપતિ અને મેનેજમેન્ટ સંસ્થાઓના ડીનની ઉપસ્થિતિમાં, ઇન્ટરનેશનલ એક્રેડીટેશન કાઉન્સિલ ફોર મેનેજમેન્ટ પ્રોગ્રામ્સ, યુએસએના ડો. સ્ટીવ પારસ્કેલ અને ડૉ. જેફરી તથા યુનિ.સિટી ઓફ ફોએનીક્ષ, યુ.એસ.એ.ના ડૉ. ડોગ ગીલ્બર્તના હસ્તે નવસારી કૃષિ યુનિ.ના MBA પ્રોગ્રામના એસો. પ્રોફેસર ડો. મેહુલ જી. ઠક્કરને ટીચીંગ એકસેલન્સ એવોર્ડ-2017 એનાયત કરાયો હતો.