9 November 2017

નવસારીમાં મતદારો અને અધિકારીઓ માટે રાજયમાં પ્રથમ મોબાઇલ એપ શરૂ


નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રવિકુમાર અરોરાના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લામાં મતદારોને માહિતી આપવા અને સેકટર ઓફિસરોને ઓનલાઇન વિગતો ઉપલબ્ધ થઇ શકે તે માટે એન્ડ્રોઇડ મોબાઇલ એપ્લીલકેશન Navsari Polling Booths લોન્ચ કરવામાં આવી છે. જે ગુગલ પ્લે્ સ્ટોરમાં જઇને ડાઉનલોડ કરી શકાશે. રાજયમાં પ્રથમ એપ્લીકેશન છે.

ચૂંટણી અધિકારી રવિ કુમાર અરોરાએ જણાવ્યું હતું કે, એપમાં વિધાનસભામાં સેકટર રૂટ પ્રમાણે માહિતી છે. ગુગલમેપ પોલિંગ બુથ બુથ કયાં છે. બુથમાં કેટલા મતદારો છે. મતદાન બુથ પ્રમાણે બીએલઓનું નામ અને મોબાઇલ નંબર પણ છે. મતદારોને માહિતી મેળવવી હોય તો બીએલઓ દ્વારા પણ મળી શકશે.


ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, એપ્લીકેશનમાં જિલ્લાની ચાર વિધાનસભાના પ્રમાણે 145 સેકટર મેજિસ્ટ્રેટના રૂટ પણ છે. સેકટર મેજીસ્ટ્રેટ નવા હોય છે. તેઓને એપથી જીપીએસના માધ્યમ વડે ગુગલમેપ દ્વારા મતદાન બુથની માહિતી મળી શકે છે. કલેકટરના જણાવ્યા‍ અનુસાર એપ અન્ય જિલ્લા માટે પણ બનાવાશે. ચુંટણીપંચને એપ્લીકેશન મોકલી અપાય છે. લોકોના અભિપ્રાય પણ ઘણા સારા આવ્યા છે.