20 November 2017

નવસારી પશ્ચિમના પટ્ટા વિનાના સ્પીડબ્રેકરોથી વાહનચાલકો તોબા


નવસારી શહેરના મહત્તમ સ્પીડબ્રેકર પાલિકાએ ‘સફેદ પટ્ટા’ લગાવી અલ્પ વિકસિત ઘેલખડી, પૂર્ણેશ્વર વિસ્તારના મુખ્ય માર્ગ ઉપર હજુય સ્પીડબ્રેકરો સફેદ પટ્ટા વિનાના રહ્યા છે.

નવસારી શહેરના માર્ગો ઉપર ટ્રાફિક નિયમન માટે ઘણાં સ્પીડબ્રેકર બનાવવામાં આવ્યા છે. પૂરપાટ ઝડપે જતા વાહનોની સ્પીડ લિમિટ કરવા માટે સ્પીડબ્રેકરો મુકવામાં આવ્યા હતા. જોકે શહેરના મોટાભાગના સ્પીડબ્રેકરો ઉપર સફેદ પટ્ટા લગાવાયા હતા. જેથી વાહનચાલકોને ઘણાં સ્પીડબ્રેકરની જાણ થતી હતી અને સ્પીડબ્રેકર અકસ્માત રોકવાની જગ્યાએ અકસ્માત સર્જનાર બનતા હતા.

બાબત ધ્યાને લઈ અહીંની પાલિકાએ તાજેતરમાં સ્પીડબ્રેકરો ઉપર સફેદ પટ્ટા લગાવી તેને વાહનચાલકો માટે ભયસૂચક બનાવ્યા હતા. શહેરના પૂર્વ ભાગમાં તો આવા સફેદપટ્ટા લગાવ્યા પરંતુ શહેરના પશ્ચિમ ભાગના સ્પીડબ્રેકરો ઉપર સફેદ પટ્ટા પાલિકાએ હજુ સુધી લગાવ્યા નથી. શહેરના જલાલપોર વિસ્તારના પૂર્ણેશ્વર તથા ઘેલખડીના મુખ્ય માર્ગના સ્પીડબ્રેકરો હજુ પણ જૈસે થે સફેદ પટ્ટા લગાવ્યા વિનાના જોવા મળી રહ્યા છે.