9 November 2017

નવસારીની ટાટા હાઇસ્કુલને ક્રિકેટમાં ગોલ્ડ મેડલ


ગુજરાત યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને રમત-ગમત વિભાગ ગાંધીનગરના ઉપક્રમે જામનગર જિલ્લા રાજ્ય અંડર-19 શાળાકીય ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ તા.28.10.2017, 29.10.2017, 30.10.2017 દરમિયાન પોલીસ પરેડ મેદાન જામનગર ખાતે આયોજીત થઇ હતી.

નવસારી જિલ્લા વતી ધી ડી.કે.ટાટા હાઇસ્કુલના 9 ખેલાડીઓ તથા પેથાણ હાઇસ્કુલ-2, ભક્તાશ્રમ હાઇસ્કુલના 2 ખેલાડીઓ મળી જિલ્લાની ટીમે રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કરેલ હતુ.

જેમાં નવસારી ટીમે પ્રથમ દેવભુમિ દ્વારકા, બીજી મેચ સુરત શહેર, ત્રીજી મેચ ભાવનગર ગ્રામ્ય સેમી ફાઇનલ ભાવનગર શહેરને હરાવી ફાઇનલ મેચ કચ્છ ભુજ સામે રમતાં 6 ઓવર્સમાં પ્રથમ બેટિંગ કરી 56 રન કર્યા જવાબમાં કચ્છની ટીમ 26 રનમાં ઓલ આઉટ થઇ જતાં 30 રને વિજય પ્રાપ્ત કરી નવસારી ટીમે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ચેમ્પિયનશીપ મેળવી હતી.

નવસારી જિલ્લાની ક્રિકેટ રમતી શાળામાંથી ખેલાડીઓની પસંદગી કરી ટાટા હાઇસ્કુલનાં વ્યા.શિક્ષકનાં કોચીંગ હેઠળ ટીમે પ્રશિક્ષણ મેળવ્યું હતુ. શાળાના આચાર્ય બોમી જાગીરદારના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત-ગમત અધિકારીના સહકારથી ટીમે ચેમ્પિયનશીપ મેળવી હતી.

ટાટા હાઇસ્કુલના ત્રણ ખેલાડીઓ જેમાં જીગર પટેલ (ગુજ.ટીમ કેપ્ટન), મીરલ પટેલ, જીનેશ પટેલ પેથાણ હાઇસ્કુલના વિવેક પટેલ (સેવન્ડે સ્કુલનો મયુર હર્ષ પટેલ ગુજરાત ટીમમાં પસંદગી પામ્યા છે.) જેના આવતા મહિને રાષ્ટ્રકક્ષા રમવા મધ્ય-પ્રદેશ જનાર છે. ટીમને સાથે સેવન ડે સુધીનાં વ્યા.શિક્ષક જીનેશ પટેલએ સેવા આપી હતી.