6 December 2017

75મી વખત રક્તદાન કરનાર રક્તદાતાનું અભિવાદન કરાયું


અભ્યાસ,કુટુંબ-ગૃહસ્થાશ્રમ-નોકરી સાથે દરજી સમાજના સેવાકીય કાર્યોની ભાગદોડ વચ્ચે દર ત્રણ માસે નિયમિત રક્તદાન કરવા રેડક્રોસ ભવન નવસારી કે રક્તદાન શિબિરમાં પહોંચી જવું અને ગ્રાફ તા.29 નવેમ્બર 2017 નાં રોજ 75 ઉપર પહોંચાડી સંવેદના સભર પ્રેરણાદાયી કાર્ય બી પોઝીટીવ રક્તજૂથ ધરાવતા પ્રા. પ્રિતેશ આર ટેલરે કર્યુ છે.

75મી વખત રક્તદાન વખતે પ્રા.પ્રિતેશ પરિવાર સાથે પત્નિ ભાવિકા-પુત્રી કાવ્યા તથા મિત્રવૃંદ સાથે કોલેજની અધ્યયન-અધ્યાપનની ફરજ પૂરી રેડક્રોસ ભવન નવસારીમાં આવી રક્તદાન કર્યુ હતુ સાથે આવેલ 4 બીએડ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓએ પણ રક્તદાન કર્યુ હતુ. રેડક્રોસ નવસારી બ્લડ બેંકના ડોક્ટરો નરેશ ધાનાણી, એડમિનીસ્ટ્રેટર ઉદય શાહ, જશુભાઇ નાયક રક્તદાનના અમૃત મહોત્સવને વધાવવા રહી પ્રા. પ્રિતેશનું અભિવાદન કર્યુ હતુ.