25 December 2017

નવસારીના યુવકની ટેટુના વર્લ્ડ રેકર્ડને ચેલેન્જ


નવસારીમાં આયોજીત જુનુન મેગા ઇવેન્ટમાં નવસારીનો ટેટુ આર્ટિસ્ટ જય સોની એક સાથે સૌથી વધુ કલાક ટેટુ બનાવવાનાં વર્લ્ડ રેકર્ડને ચેલેન્જ કરશે.

આગામી 28, 29 અને 30મી ડિસેમ્બરનાં રોજ ઇંટાળવા સ્થિત બી.આર.ફાર્મ ખાતે જુનુન મેગા ઇવેન્ટ’નું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ ચાલનારા આ ઇવેન્ટમાં ડાન્સ,શોપીંગ,ગેમ્સ સહિત અનેક કાર્યક્રમો યોજાનાર છે.

આ જુનુન મેગા ઇવેન્ટમાં જ નવસારીનો એક ટેટુ આર્ટીસ એકસાથે વધુ સમય ટેટુ બનાવવાના વર્લ્ડ રેકર્ડને ચેલેન્જ કરી રહ્યો છે. આ બાબતને લઇને લોકોમાં ભારે ઉત્કંઠા જાગી છે. નવસારીનો જય સોની પ્રોફેશનની ટેટુ આર્ટીસ છે. તેણે સને 2015માં અને ત્યારબાદ પણ નેશનલ લેવલની ટેટુ કોમ્પીટીશનો’ જીતી છે. જય એ હવે ટેટુની દુનિયામાં નવું સાહસ કરવાનો નિર્ણય લીધો છે. જય સોનીના જણાવ્યા મુજબ, અગાઉ એકસાથે વધુ સમય ટેટુ બનાવવાનો વર્લ્ડ રેકર્ડ સ્પેનના નામે (52 કલાક) હતો.

જેને ઈટાલીએ (57 કલાક) તોડ્યો હતો. અને હાલ પણ હવે તેણે આ રેકર્ડને ચેલેન્જ કરવાનો નિર્ણય કર્યો છે. આ વર્લ્ડ રેકર્ડને ચેલેન્જ 28થી 30 ડિસેમ્બરદરમિયાન દિવ્ય ભાસ્કરના મિડીયા સહયોગથી યોજાનારા જુનુન મેગા ઇવેન્ટમાં કરવામાં આવશે. 28મી એ સવારે 9 વાગ્યે ટેટુ બનાવવાની શરૂઆત કરશે અને આખી રાત-આખો દિવસ આ કામ જારી રાખશે. ઓછામાં ઓછા 60થી 65 કલાક એકસાથે ટેટુ બનાવવાની ઇચ્છા જય સોની રાખે છે.