30 January 2018

આયુર્વેદિક હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ ન હોવાની ધારાસભ્યને રજૂઆત


સોમવારે નવસારીના ધારાસભ્ય પીયૂષભાઈ દેસાઈએ કાલીયાવાડી ખાતે આવેલી સરકારી આર્યુંવેદિક હોસ્પિટલની અચાનક મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં હોસ્પિટલના કર્મચારીએ પૂરતો સ્ટાફ ન હોવા અંગે રજૂઆત કરી હતી.

નવસારી ધારાસભ્યે સરકારી આયુર્વેદિક હોસ્પિટલની મુલાકાત લીધી

દર્દીઓની મુલાકાત લઇ દર્દીઓને હોસ્પિટલ થકી સારવાર સારી રીતે મળે છે કે કેમ ωહોસ્પિટલના સારવાર કરતા કર્મચારીઓની મુલાકાત લઇ એમની જરૂરિયાત બાબતે વાત કરતા હોસ્પિટલ ખાતે ક્ષારસૂત્ર માટે અને પંચકર્મ માટે તબીબ અહીં નથી અને સ્ટાફ પણ પૂરતા પ્રમાણમા નથી આ બાબતની આરએમઓ ડો.ઉર્વીબેન પટેલ દ્વારા રજૂઆત કરવામા આવતા પીયૂષભાઈ દેસાઈએ આયુર્વેદિક ડાયરેક્ટર ગાંધીનગરને રજુઆત કરી હોસ્પિટલને પુરતો સ્ટાફ મળી રહેશે એવી ખાતરી આપી હતી.ધારાસભ્ય પીયૂષભાઈ દેસાઈ હોસ્પિટલના કામકાજ દર્દીઓના અભિપ્રાયથી પ્રભાવિત થયા હતા અને હોસ્પિટલના તબીબ અને કર્મચારીગણનો ઉત્સાહ વધાર્યો હતો.