29 January 2018

ડોગ શોમાં 50 હજારથી 3 લાખની કિંમતનાં ડોગ જોવા ભીડ જામી


નવસારી એનિમલ સેવિંગ ગ્રુપ દ્વારા છેલ્લા 5 વર્ષથી ગુજરાત લેવલનાં ડોગ શો થઇ રહ્યાં છે જેને સારી સફળતાઓ મળી રહી છે. આ ડોગમાં પણ શ્રેષ્ઠ ડોગ કયો તે માટે ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાંથી આવેલા ડોગ વચ્ચે હરીફાઈ યોજાય છે. આ વખતે પણ કુલ 260થી વધુ પ્રતીસ્પર્ધીઓએ ભાગ લીધો હતો. આ ડોગ શોમાં 50 હજારથી 3 લાખની કિંમતનાં ડોગ જોવા ભીડ જામી હતી.