8 February 2018

નવસારી જિલ્લામાં 24 નાયબ મામલતદારોની એકસાથે બદલી


નવસારી કલેકટરે એકસાથે જિલ્લામાં 24 નાયબ મામલતદારોની બદલી કરી દીધી છે. મહેસૂલી કામગીરી તથા અન્ય સરકારી કામગીરીમાં નાયબ મામલતદારોની ભૂમિકા મહત્ત્વની હોય છે. જિલ્લા કલેકટર રવિકુમાર અરોરાએ આ 24 જેટલા નાયબ મામલતદારોની બદલીનો ઓર્ડર કર્યો છે. જિલ્લાના તમામ 6 તાલુકામાં ફરજ બજાવતા નાયબ મામલતદારોની બદલીના ઓર્ડર કરાયા છે.

નાયબ મામલતદારોની જ્યાં બદલી-નિમણૂકના ઓર્ડર થયા છે, તેની નામાવલિ વિગતો જોતા જે. આર. મિસ્ત્રી ઈધરા મામલતદાર કચેરી જલાલપોર, એચ.જે. મૈસુરીયાને નાયબ મામલતદાર, નગરપાલિકા ચૂંટણી વિજલપોર પાલિકા સામાન્ય ચૂંટણી, મહેશ રબારીને નાયબ મામલતદાર નગરપાલિકા ચૂંટણી વિજલપોર પાલિકા સામાન્ય ચૂંટણી (વધારાનો હવાલો) અને નાયબ મામલતદાર મહેસૂલ જલાલપોર મામલતદાર કચેરી, વી.એસ. સોલંકીને સર્કલ ઓફિસર જલાલપોર મામલતદાર કચેરી, કે.એમ.ઢીમ્મરને શિરસ્તેદાર ચીખલી પ્રાંતમાં, એ.એ. પટેલને નાયબ મામલતદાર નગરપાલિકા ચૂંટણી બીલીમોરા ખાતે, પી.કે. પટેલને નાયબ મામલતદાર (જમીન) કલેકટર કચેરીમાં, નરેશ વાવડીયાને નવસારી ગ્રામ્ય મામલતદાર કચેરી પુરવઠામાં, વી.બી. મહાજનને નવસારી ગ્રામ્ય મામલતદાર કચેરી ઈધરામાં, ડી.જે. ઢીમ્મરને કૃષિ પંચ ચીખલીમાં, એમ.વી. પટેલને શિરસ્તેદાર નવસારી પ્રાંતમાં, જે.પી. પટેલને નાયબ મામલતદાર નગરપાલિકા ચૂંટણી, બીલીમોરા પાલિકા ચૂંટણી (વધારાનો હવાલો) ગણદેવી મામલતદાર કચેરીમાં તાલુકા નાયબ મામલતદાર તરીકે, વી.બી.ભાવસારને તાલુકા નાયબ મામલતદાર ચીખલી તરીકે, એસ.વી. ગૌસ્વામીને જલાલપોર એટીવીટીમાં, પિયુષ પટેલને સર્કલ ઓફિસર ખેરગામ મામલતદાર કચેરીમાં, આર.એમ. ભોયાને તાલુકા નાયબ મામલતદાર વાંસદામાં, વી.જે. સાનેને એમએસસી કલેકટર કચેરી નવસારીમાં, મિનેશ જી. પટેલને વાંસદા પ્રાંતમાં શિરસ્તેદાર, જીતેશ ચૌધરીને તાલુકા નાયબ મામલતદાર નવસારી શહેરમાં, ડી.એન. બધેકાને નવસારી ગ્રામ્ય મામલતદાર કચેરી એટીવીટી અને પી.એ ટુ કલેકટર નવસારી, ભાવેશ પટેલને મતદાર યાદી નવસારી ગ્રામ્ય મામલતદાર કચેરીમાં, આર.એચ. ટંડેલને મહેકમ કલેકટર કચેરીમાં, સાગર જોશીને તાલુકા નાયબ મામલતદાર જલાલપોરમાં અને એચ.ડી. ગાંધીની બદલી પુરવઠા મામલતદાર કચેરી ખેરગામમાં કરવામાં આવી છે.