27 February 2018

ગૃહઉદ્યોગી બહેને દીકરાના લગ્નની શુભેચ્છા રકમ ગાંધી મેળા માટે આપી


નવસારી ગાર્ડા કોલેજ ખાતે 69મા ગાંધીમેળાનો પુર્ણાહુતિ સમારોહ નવસારી ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ મેળામાં ગ્રામ્ય જીવનનો ચિતાર પ્રદર્શિત થયો હતો.

ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, ગાંધી વિચાર પ્રચાર ટ્રસ્ટે પુ.ગાંધીજી અને નવસારીના પનોતાપુત્ર દાદાભાઇ નવરોજીના જીવનકાર્યને યુવાપેઢી જીવંત રાખે માટે આવા મેળાઓ સફળ થયા છે. આ પ્રકલ્પને અન્ય જિલ્લાની ગાંધીવાદી કે સહકારી સંસ્થાઓએ અમલમાં મુકવો જોઇએ. ગાંધીમેળામાં નવસારીની સભામાં ગાંધીજીના શબ્‍દો-અવતરણો પુસ્તિકાનું લોકાર્પણ થયું હતું.

સાદકપોરના ગૃહ્‍ઉદ્યોગી બહેન સાધનાબેન પટેલે કે જેઓ ગૃહઉદ્યોગથી પગભર બની સ્વાવલંબી થયા. તેમના દિકરાના લગ્ન પ્રસંગે મળેલી શુભેચ્છા રકમ રૂ. 5 હજાર ગાંધીમેળાના દાન આપી હતી. પ્રમુખ સ્થાનેથી સામાજિક કાર્યકર ગફુરભાઇ બિલખીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના મેઇક અપ ઇન્ડિયા ગાંધીમેળાના સ્ટોલોમાં ગૃહઉદ્યોગ દ્વારા જે ચીજવસ્તુઓ પ્રદર્શિત થઇ એજ ગાંધી વિચારધારાની પ્રસ્તૃતિ છે.