3 February 2018

કૃષિ યુનિવર્સિટી ખાતે ફલાવર શો, પ્લાન્ટ્સ પ્રદર્શનીનો પ્રારંભ


કૃષિ યુનિવર્સિટીના અસ્‍પી બાગાયત-વ-વનીય કોલેજના ફલોરીકલ્‍ચર વિભાગ દ્વારા આયોજિત ફલાવર શો અને ફલાવર એરેજમેન્‍ટ અને પ્‍લાન્‍ટસ પ્રદર્શનનો દિલ્‍હી પૂર્વ ડીઆરડીઓ ડાયરેકટર પદમશ્રી પ્રો.બ્રહ્મા સિંઘ, કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.સી.જે.ડાંગરીયા, અસ્‍પી કોલેજના ડીન ડૉ.બી.એન.પટેલ, ફલોરીકલ્‍ચર વિભાગના પ્રો. ડૉ.અલ્કાસિંઘ, પૂર્વ ફલોરીકલ્‍ચરના હેડ પ્રો. ડૉ.બી.કે.ધડૂકે પ્રારંભ કર્યો હતો.

કૃષિ યુનિવર્સિટીના અસ્‍પી કોલેજ ઓફ હોલ્ટ્રીકલ્ચર અને ફોરેસ્‍ટ્રી વિભાગના ગ્રીન હાઉસ ખાતે યોજાયેલા ફલાવર શો, જુદા જુદા પ્‍લાન્‍ટને સુશોભિત કરી વેચાણ કમ પ્રદર્શનીમાં ફલાવર પોટ પ્‍લાન્‍ટસની ગોઠવણી, ખૂબ જ સુંદર અને કલાત્‍મક રીતે ફુલોને સજાવ્‍યાં હતાં. ફુલોની ગોઠવણીમાં એચ-લાઇન એરેન્‍જમેન્‍ટ, ફી સેન્‍ટ એરેજન્‍મેન્‍ટ વિદ્યાર્થીઓને અદભૂત રીતે કરી હતી. બી.એસ.સી. હોલ્ટ્રીકલ્ચરના છેલ્લા વર્ષોમાં અભ્‍યાસ કરતાં વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી હતી.