15 April 2018

નવસારીમાં આજથી રિક્ષા ભાડામાં વધારો


નવસારી જિલ્લામાં રવિવારથી રિક્ષાની મુસાફરી મોંઘી થશે તેની અસર નોકરિયાતથી લઈ વાલીઓ અને સામાન્ય મુસાફરો ઉપર પણ પડશે. નવસારીમાં મિનિમમ ભાડુ રૂ. 10 રાખવામાં આવ્યું છે. આઠ વર્ષ બાદ આ રિક્ષાના ભાડામાં વધારો કરાયો છે. નવસારીમાં રિક્ષાના ભાડામાં વધારો કરવાનો નિર્ણય કરાતા મુસાફરોએ હવે આર્થિક બોજો સહન કરવાનો વારો આવશે.

નવસારી જિલ્લામાં પણ રિક્ષાના ભાડામાં વધારો કરવાનો નિર્ણય કરાતા મુસાફરોએ હવે આર્થિક બોજો સહન કરવાનો વારો આવશે. જોકે નવસારીમાં આઠ વર્ષ બાદ આ રિક્ષાના ભાડામાં વધારો જાહેર કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં 7 હજારથી વધુ રિક્ષા છે. નવસારી શહેરમાં 4 હજાર જેટલી રિક્ષા છે. નવસારીમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછુ ભાડુ મુસાફરો પાસેથી રૂ. 7 લેવામાં આ‌વતું હતુ.

પરંતુ તાજેતરમાં નવસારી જિલ્લા રિક્ષા એસોસિએશન નેજા હેઠળ પ્રમુખ ગણેશભાઈ કાનકટે (મરાઠી) તેમજ મહામંત્રી અને પશ્ચિમ વિભાગના પ્રમુખ રાકેશભાઈ પટેલની આગેવાનીમાં રિક્ષા એસો.ની મળેલી બેઠકમાં મિનિમમ ભાડુ રૂ. 10 મુસાફર પાસેથી વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારે પણ મીટર દીઠ મિનિમમ ભાડુ રૂ. 15 કિ.મી. દીઠ નક્કી કર્યાનો હવાલો મિટિંગમાં આપવામાં આવ્યો હતો. એ પછી આ નિર્ણય લેવાયો હતો. જોકે આ નિર્ણયની અસર નોકરિયાત વર્ગ અને રિક્ષામાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓના વાલીઓ ઉપર મુખ્યત્વે જોવા મળશે. નવસારી શહેરમાં 19થી 22 જેટલા રિક્ષાસ્ટેન્ડ છે.

પશ્ચિમ વિભાગનું ભાડાપત્રક
  • નવસારી રેલવે સ્ટેશનથી વિજલપોર ફાટક, ગોપાલનગર, નંદનવન, જલકમલ સોસાયટી, પ્રજાપતિ વાડી, મમતા મંદિર સ્કૂલ, એગ્રીકલ્ચર ગેટ, મોરાર પાર્ક, ચાર રસ્તા, ઘેલખડી તળાવ, ઘેલખડી અને પૂર્ણેશ્વર મંદિર સુધીના રૂ. 10 નક્કી કરાયા છે.
  • નવસારી રેલવે સ્ટેશનથી સીતારામનગર, નારણલાલા કોલેજ, જીનલપાર્ક, એરૂ ગામ, ભાનુનગર કોલેજ સુધીના રૂ. 15 નક્કી કરાયા છે.
  • ઘેલખડીથી વિજલપોર ફાટક સુધીના રૂ. 10 નક્કી કરાયા છે.
  • એરૂ ચાર રસ્તાથી એરૂગામ, ભાનુનગર, મમતા મંદિર, ઘેલખડી પાટીયા અને વિજલપોર ફાટક સુધીના રૂ. 10 નક્કી કરાયા છે.
  • એરૂ ચાર રસ્તાથી દુધિયા તળાવના 15 અને એરૂ ચાર રસ્તાથી એસટી બસ ડેપોના રૂ. 20 નક્કી કરાયા છે.

પૂર્વ વિભાગનું ભાડાપત્રક
  • સ્ટેશનથી, ફુવારા, સેન્ટ્રલબેંક, લાયબ્રેરી, જૂનાથાણા, ડેપો, આશાપુરી મંદિર, મંકોડીયા, પ્રજાપતિ આશ્રમ, દુધિયા તળાવ, સુધી રૂ. 10.
  • સ્ટેશનથી કાલીયાવાડી, ભારતી ટોકીઝ, લુન્સીકૂઈ, દશેરા ટેકરી, તીઘરા નાકા, સિંધી કેમ્પ, યશફીન હોસ્પિટલ, ગ્રીડ, વિઠ્ઠલ મંદિર સુધી રૂ. 15.
  • સ્ટેશનથી મહેન્દ્ર બ્રધર્સ, અગ્રવાલ કોલેજ, પરમેશ ડાયમંડ, સીતારામ નગર, છસ્વામીનારાયણ મંદિર સુધી રૂ. 20.
  • સ્ટેશનથી તપોવન ધારાગીરી, જીઆઈડીસી સિસોદરા સુધી રૂ. 25 ભાડુ નક્કી કરાયુ છે.
  • સ્ટેશનથી ઉન સાંઈબાબા મંદિર સુધી રૂ. 30.
  • વિઠ્ઠલ મંદિરથી ડેપો સુધી રૂ. 15, વિઠ્ઠલ મંદિરથી દુધિયા તળાવ રૂ. 12.
  • ગ્રીડથી ટાવર, ડેપો, લુન્સીકૂઈ સુધીના રૂ. 10. ગ્રીડથી દુધિયા તળાવ, ફુવારા, ગોલવાડ રૂ. 12 .
  • બનાતવાલા સ્ટેન્ડથી સ્ટર્લિંગ એપાર્ટમેન્ટ, મણીનગર, છાપરા ગામ સુધી રૂ. 10 .
  • ટાટા સ્કૂલથી કસબા સુધીના 10, ટાટા સ્કૂલથી માણેકપોર, આમરી સુધીના રૂ. 12 અને ટાટા સ્કૂલથી પડઘાના રૂ. 15.

રિક્ષાચાલકોની મુશ્કેલીનો અંત આવશે
રિક્ષાચાલકોને ભાડા ‌વધારાથી ફાયદો થશે. ગેસ અને સ્પેરપાર્ટસના ભાવ વધતા જતા રિક્ષા ચલાવવું મુશ્કેલી થઈ રહ્યું છે ત્યારે વધારો રિક્ષાચાલકને ઓક્સિજન પુરો પાડશે.- રાકેશ પટેલ, પ્રમુખ, પશ્ચિમ વિભાગ રિક્ષા એસો. પ્રમુખ

લોકોને મુશ્કેલી નહીં પડે તે રીતે ભાડું વધારાયું છે
આઠેક વર્ષના લાંબા સમયગાળા પછી મિનિમમ ભાડામાં વધારો કરાયો છે. અગાઉ રૂ. 7 હતા તેમાં માત્ર રૂ. 3 જ વધારાયા છે એટલે મુસાફરોને વધારે મુશ્કેલી નહીં પડે.- ગણેશભાઈ મરાઠે, પ્રમખ, નવસારી જિલ્લા રિક્ષા એસો.

મુસાફરો અન્ય વ્હિકલનો ઉપયોગ કરે તેવી શક્યતા
મુસાફરો મોટી સંખ્યામાં છે પરંતુ જ્યારે રિક્ષાના ભાડા અને બાઈક ઉપર થતા આવાગમનના ખર્ચમાં વધારે અંતર નહીં રહે તો મુસાફરો અન્ય વ્હિકલનો ઉપયોગ કરે તેવી શક્યતા છે.- ઉરવ રેખ, નોકરિયાત, નવસારી

મુસાફરો ઘટવાની શક્યતા છે
હાલ રિક્ષાભાડુઓછામાં ઓછુ રૂ. 10 નક્કી કરાયાની માહિતી છે. જોકે ભાડામાં વધારો કરવાથી મુસાફરોની સંખ્યા ઘટશે. ઉપરાંત બાળકો માટે વાલીઓ સમય કાઢતા થાય તેવી શક્યતા છે. - વિજયભાઈ રાઠોડ, વાલી