11 April 2018

નવસારીમાં ઝડપાયું બાઇક ચોરીનું મોટું રેકેટ, પોલીસ કરી એકની અટકાયત


મધ્યપ્રદેશના અલીરાજપુરના આદિવાસી વિસ્તાર માંથી ગુજરાતમાં આવીને ગુનાઓને અંજામ આપવા આવેલા ૧ આરોપી અને ૨ કાયદાના સંઘર્ષમાં આવતાને પોલીસે ઝડપ્યા છે. જેને લઈને એક મોટું બાઈક ચોરીનુ રેકેટ પકડવામાં નવસારી એલ.સી.બી.પોલીસને સફળતા મળી છે.

મધ્યપ્રદેશના અલીરજ્પુરના અંતરિયાળ વિસ્તારમાં રેહતી અને ગુનાને અંજામ આપતી બાઈક ચોરીની ટોળકી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં આંતક મચાવી રહી હતી. ગામડાઓમાંથી કડિયાકામ અને મજુરી કામ માટે આવતા ઇસમો રાત્રી દરમ્યાન ચોરીને અંજામ આપતા હતા. જેમાં નવસારી જીલ્લાના ૧૪ ગુન્હા અને અન્ય ૩ જીલ્લાના ગુન્હા મળીને કુલ ૧૭ મોટર સાયકલ ચોરીના ગુનાઓ નવસારી એલ.સી.બી એ શોધી કાઢ્યા હતા. નેશનલ હાઇવેના ગણેશ સિસોદ્રા પાસે થી આરોપીને ઝડપી પાડ્યો હતો..આરોપીની ધરપકડ કરીને ૨૦ મોટર સાયકલ કબજે કરી હતી.


નવસારી શહેર અને જીલ્લ્લામાં બાઈક ચોરીને આ ચોરટાઓ જાહેર સ્થળોના પાર્કિંગમાં પાર્ક કરી દઈને ફરાર થઇ જતા હતા અને જયારે મામલો ઠંડો પડતો હોય તેવા સમયે બાઈક લઇ જઈને મધ્યપ્રદેશમાં જઈને સસ્ત્તા દરે વેચી મારીને રોકડી કરી લેતા હોય છે.એકી સાથે બે થી ત્રણ બાઈકની એક સાથે ચોરી કરતા હતા..જેમાં એક આરોપી રાજુ ઇડલા ભીલાલાની ધરપકડ બાતમીદારોના નેટવર્કથી પોલીસે કરી છે જેમાં ૨ ઇસમો કાયદાના સંઘર્ષમાં આવી ગયા છે જયારે મુખ્યસુત્રધારને પોલીસ શોધી રહી છે.


નવસારી એલ,સી.બી પોલીસને મોટર સાયકલ ચોરતી ગેંગને ઝડપવાની મોટી સફળતા મળી છે પરંતુ આ સમગ્ર પ્લાનનો મુખ્યસુત્રધાર સરદાર ભાઈલા ભીલાલા હજી પણ પોલીસ પકડથી દુર રહ્યો છે જો પોલીસ વધુ સક્રિય બનીને મુખ્યસુત્રધારને શોધીને પાંજરે પૂરે તો અન્ય મોટર સાયકલ ચોરીના ભેદ ખુલે.

આરોપીના નામ
  • રાજુ ઇડલાભાઈ ભીલાલા અને બે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક
વોન્ટેડ આરોપી
  • સરદાર ભાઈલા ભીલાલા ( જી. અલીરાજપુર, એમ પી )
  • ભારત ભીલાલા ( જી. અલીરાજપુર, એમ પી )
  • કૈલાશ ભીલાલા ( જી. અલીરાજપુર, એમ પી )
  • લાલુ ભીલાલા ( જી. અલીરાજપુર, એમ પી )
  • ગોવિંદ ભીલાલા ( જી. અલીરાજપુર, એમ પી )
  • રવિ ભીલાલા ( જી. અલીરાજપુર, એમ પી )