2 April 2018

નવસારીમાં પ્રિ-રીક્રુટમેન્ટ તાલીમ વર્ગ અને ફિટનેસ સેન્ટરનો પ્રારંભ કરાયો


નવસારી જુનાથાણા જુની કલેકટર કચેરી કમ્પાઉન્ડ ખાતે નવસારી જિલ્લા મોજી વેલફેર એસોસિએશન દ્વારા નાયબ મુખ્‍ય દંડક અને જલાલપોર ધારાસભ્‍ય આર.સી.પટેલ અને નવસારી ધારાસભ્‍ય પિયુષભાઇ દેસાઇ અને વહીવટીતંત્રના સહયોગ વડે સેનામાં અને પોલીસમાં ભરતી ઇચ્છતા યુવાનો માટે પ્રિ-રીક્રુટમેન્ટ તાલીમ અને ફીજીકલ ફિટનેશ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ફિટનેશ સેન્ટરમાં યુવાનો પ્રાથમિક ફીજીકલ તાલીમ નિવૃત આર્મીના જવાનો દ્વારા આપવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે, ફીજીકલ ફિટનેશ સેન્ટર બનાવવા જલાલપોર ધારાસભ્‍ય ગ્રાંટમાંથી રૂ.3 લાખ, નવસારી ધારાસભ્ય ગ્રાંટમાંથી રૂ.બે લાખની ગ્રાંટ અન નવસારી વહીવટી તંત્રના વડા રવિ કુમાર અરોરાના માર્ગદર્શન હેઠળ જમીન ફાળવવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી તુષાર સુમેરાએ સેનામાં ભરતી થવા ઇચ્છતા યુવાનો માટે સેમિનારનું આયોજન કરવા તૈયારી દર્શાવી હતી.

નાયબ મુખ્‍ય દંડક આર.સી.પટેલે જણાવ્‍યું હતું કે નવસારી જિલ્લા માજી સૈનિક વેલ્ફેર એસોસિએશન દ્વારા સેનામાં જોડાવા ઇચ્છતા યુવાનો માટે પ્રેરણાત્મક કાર્ય થયું છે. યુવાનોને ઘરઆંગણે તાલીમ મળી રહેશે. તેમણે દક્ષિણ ગુજરાતના યુવાનોને આર્મીની ત્રણેય પાંખમાં જોડાવા પુરતી તાલીમ અને માર્ગદર્શન મળી રહે તે માટે દક્ષિણ ગુજરાતમાં સૈનિક સ્કુલ બને તે માટે પુરતો પ્રયાસ અને સહયોગની ખાતરી આપી હતી. દંડકે જણાવ્‍યું હતું કે, લોકો કોઇપણનો પણ જન્મદિવસ ઉજવે તે સમયે ખોટો ખર્ચ બંધ કરી, આર્મીના પરિવારો માટે સૈનિક વેલફેર ફંડમાં નાણાં આપવા અપીલ કરી હતી. નવસારી ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇએ નિવૃત સેનાના અધિકારી-જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.