17 May 2018

વિજલપોરમાં 5 બ્યુટિફિકેશન સર્કલો બનાવવામાં આવશે


વિજલપોર શહેરમાં સુંદરતા બક્ષવા માટે પાંચ જગ્યાએ ‘બ્યુટીફિકેશન સર્કલ’ બનાવવાનો નિર્ણય પાલિકાએ લીધો છે. આ માટે કુલ અંદાજે રૂ. 25 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.

વિજલપોર નગરપાલિકાએ શહેરમાં પાંચ જગ્યાએ બ્યુટીફિકેશન સર્કલ બનાવવાનો નિર્ણય લીધો છે. આ જગ્યાઓમાં શિવાજી ચોક, સરદાર ચોક, આશાપુરી સર્કલ, રામનગર અને આંબેડકર ગાર્ડનનો સમાવેશ થાય છે. શિવાજી ચોક ખાતે 4.79 લાખના અંદાજિત ખર્ચે ગરબાના થીમ ઉપર, આશાપુરી સર્કલ ખાતે 4.77 લાખના ખર્ચે ગંગા જમુના સરસ્વતી થીમ ઉપર અને રામનગર ખાતે અંદાજિત રૂ. 4.91 લાખના ખર્ચે ‘સેવ ગ્રીનરી’ થીમ ઉપર સર્કલ બનાવાશે. આ ઉપરાંત સરદાર ચોક ખાતે રૂ. 4.95 લાખના ખર્ચે તથા આંબેડકર ગાર્ડનમાં રૂ. 4.88 લાખના ખર્ચે ફુવારાનું નિર્માણ કરવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે ત્રણેક જગ્યાએ તો સર્કલ છે ત્યાં જ બ્યુટીફિકેશન સર્કલ બનાવવામાં આવશે. પાંચેય સર્કલ મળી અંદાજે રૂ. 25 લાખનો ખર્ચ થશે.

વિજલપોરના સૂર્યનગર પાસે કોઈ સર્કલ નહીં 
વિજલપોરમાં પાંચ નહીં છ જગ્યાએ બ્યુટીફિકેશન સર્કલ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. જેમાં સૂર્યનગર ખાતે પણ સર્કલ બનનાર હતું. જોકે, સૂર્યનગર ખાતે સર્કલ બનાવવાનું કામ શરૂ કરાતા જ વિવાદ થયો હતો. ભૂતકાળમાં આ જગ્યાએ ચોકના નામકરણને લઈને પણ વિવાદ થયો હતો. પાલિકાએ હાલ સૂર્યનગર ખાતે સર્કલ ન બનાવવાનો નિર્ણય લીધો છે.