29 May 2018

નવસારીમાં જિલ્લાનું SSCનું 70.64 ટકા પરિણામ


નવસારી જિલ્લામાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો. 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં નવસારી જિલ્લાનું 70.64 ટકા પરિણામ નોંધાયું હતું. જિલ્લામાં સૌથી ઉંચુ પરિણામ મોટીવાલઝર કેન્દ્રનું 89.30 ટકા રહ્યું હતું. જ્યારે સૌથી નીચુ પરિણામ ખેરગામ કેન્દ્રનું 45.52 ટકા રહ્યું છે. જિલ્લામાં 184 વિદ્યાર્થીઓએ એ1 ગ્રેડ મેળવવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. 17 સ્કૂલનું 100 ટકા પરિણામ જાહેર થયું હતું. ડિવાઈન સ્કૂલના કથન નાયકે 97.16 ટકા સાથે જિલ્લા ઉપરાંત બોર્ડમાં 6ઠ્ઠો ક્રમાંક પ્રાપ્ત કરીને જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. જિલ્લામાં 184 વિદ્યાર્થઓએ એ 1 ગ્રેડ મેળવ્યો છે.

સૌથી ઉંચુ પરિણામ મોટીવાલઝર કેન્દ્રનું 89.30 ટકા, સૌથી નીચુ પરિણામ ખેરગામ કેન્દ્રનું 45.52 ટકા રહ્યું 
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધો. 10નું પરિણામ આજે જાહેર કરાતાની સાથે જ કહી ખુશી કહી ગમ જેવો માહોલ છવાયો હતો. નવસારી જિલ્લામાંથી બોર્ડની પરીક્ષામાં કુલ 19114 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી કુલ 18976 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. 13404 વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં સફળ થયા નહતા. જેના પરિણામે જિલ્લાનું બોર્ડનું પરિણામ 70.64 ટકા નોંધાયું હતું. નવસારીમાં કુલ 184 વિદ્યાર્થીઓએ એ1 ગ્રેડ પ્રાપ્ત કરવાની ઝળહળતી સિદ્ધિ મેળવી હતી. એ2 ગ્રેડ મેળવવાની 805 વિદ્યાર્થીઓએ સિદ્ધિ મેળવી હતી. જ્યારે 1597 વિદ્યાર્થીઓએ બી1 અને 2860 વિદ્યાર્થીએ બી2 ગ્રેડ મેળવવામાં સફળ રહ્યા હતા. આ ઉપરાંત 4316 વિદ્યાર્થીઓએ સી1 અને 3412 વિદ્યાર્થીઓએ સી2 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. વધુમાં 277 વિદ્યાર્થીઓએ ડી ગ્રેડ મેળવ્યો હતો. ઈ1માં 1081 અને ઈ2માં 4494 વિદ્યાર્થીઓ રહ્યા હતા. જ્યારે 13404 વિદ્યાર્થી નાપાસ થતા જિલ્લાનું 70.64 ટકા પરિણામ રહ્યું હતું.

શહેરમાં એ 1 ગ્રેડ મેળવનારી શાળાઓ 
નવસારીમાં સૌથી વધુ એ1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં એ.બી. સ્કૂલના વિદ્યાર્થીઓ મોખરે રહ્યા હતા. કુલ 63 વિદ્યાર્થીઓએ આ સિદ્ધિ મેળ‌વતા શાળાને ગૌરવ અપાવ્યું હતું. ડિવાઈન સ્કૂલના 27 વિદ્યાર્થીઓએ આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આ ઉપરાંત શેઠ આર.જે.જે.ના 18 વિદ્યાર્થીઓ, સંસ્કારભારતી ના 8 વિદ્યાર્થીઓએ આ સિદ્ધિ મેળવી સ્કૂલને ગૌરવ અપાવ્યું હતું.