2 June 2018

નવસારીમાં સ્મૃતિ ઇરાનીએ વોઇસ SMS લોન્ચ કર્યું


કેન્દ્રીય ટેક્ષ્ટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાનીએ કૃષિ વિજ્ઞાન કેન્‍દ્રની મુલાકાત લીધી હતી. મહિલા ખેડૂતોને સંબોધન પણ કર્યુ હતુ. આ પ્રસંગે નવસારી - કેન્દ્રીય ટેક્ષ્ટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાનીએ નયા ભારતના નિર્માણમાં કિસાનોનું યોગદાન વિશેષ હોવાનું જણાવી ધરતી માતાને પેટ ભરવા પુરતુ સાધન ન માની, ધરતી માતાને પોષણ મળે તે માટે જૈવિક ખેતી તરફ આગળ વધવા આહવાન કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સિંચાઇ ક્ષેત્ર માટે રૂ.50 હજાર કરોડ આપ્યા
કૃષિ યુનિ.ના સેન્ટ્રલ હોલ ખાતે ખેડૂતો સાથે યોજાયેલા સંવાદમાં ટેક્ષ્ટાઇલ મંત્રીએ ખેતી, પશુપાલન, બાગાયતી ખેતી, મત્સ્યપાલન ક્ષેત્રે અગ્રેસર રહેવા બદલ શાલ ઓઢાડીનું સન્માન કર્યું હતું. ટેક્ષ્ટાઇલ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આપણા હિન્દુસ્તાનની સંસ્કૃતિ છે કે, ધરતીને માત્ર ધરતી નહી, પણ મા કહે છે. જે માતાના વંદનનો કરવાનો અવસર છે. ધરતી માતાને પોષણ મળે તેની ચિંતા આપણે કરવાની છે. આજે આનંદનો અવસર એ છે કે, બહેનો ખેતી, પશુપાલન ક્ષેત્રે આગળ આવી છે. દેશની અર્થવ્યવસ્થા એકબીજા ક્ષેત્રો સાથે જોડાયેલી છે. કૃષિ-કિસાનનું વિશેષ મહત્વ છે. કૃષિ ક્ષેત્રમાં દેશ આગળ વધે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સિંચાઇ ક્ષેત્ર માટે રૂ.50 હજાર કરોડ આપ્યા છે.

સોઇલ હેલ્થ કાર્ડની શરૂઆત ગુજરાતથી થઇ હતી. આજે દેશભરમાં 12.50 કરોડ ખેડૂતોને હેલ્થ કાર્ડ આપ્યા છે. જૈવિક ખેતી ક્ષેત્રે વિકાસ માટે દેશમાં 10 હજાર કલ્સ્ટર બનાવાયા છે. ખેડૂતો કૃષિ વિકાસ કરે તે માટે રૂ.11 લાખ કરોડ કિસાનોને ક્રેડિટ સ્વરૂપે આપ્યા છે. કેન્દ્રના ટેક્ષ્ટાઇલ મંત્રીએ વોઇસ એસએમએસનું પણ લોન્ચીંગ કર્યુ હતુ. વિજ્ઞાન કેન્દ્ર ખાતે વન્ય જન્ય જંતુનાશક, નાડેપ પધ્ધતિ, પંચગવ્ય-જીવામૃત, સેન્દ્રિય ખાતર, સાઇલેજ, અળસિંયા ખાતર નિદર્શનને ઝીણવટ પુર્વક નિહાળ્યું હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે મંત્રીએ ખેડૂતો સાથે સંવાદ પણ કર્યો હતો.