6 June 2018

નવસારી નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા જાગૃતિ રેલી યોજાઇ


નવસારી નગરપાલિકા દ્વારા 5મી જુન વિશ્વ પર્યાવરણ દિવસના ભાગરૂપે સ્વચ્છતા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીને ફુવારા ખાતે નવસારી ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇએ લીલીઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. પર્યાવરણ જાગૃતિના બેનર સાથે રેલી જાગૃતિ રેલી શહેરમાં ફરી રામજીમંદિર પહોંચી હતી. કલેકટર ડૉ. એમ. ડી. મોડીયાએ વિરાવળ એપીએમસી માર્કેટ ખાતે સફાઇ અભિયાનમાં જોડાયા હતા.

રામજી મંદિરમાં વેપારીઓ અને શહેરીજનોને કાપડની થેલીનું વિતરણ કરાયું હતું. નવસારી સ્વચ્છતા અભિયાનના એમ્બેસેડર વિસ્પી કાસદ દ્વારા પણ શહેરીજનોને પર્યાવરણ જતન માટે ભાગીદાર બનવા અપીલ કરાઇ હતી. આ અવસરે કલેકટરે જણાવ્યું હતું કે, પર્યાવરણનુ જતન નહીં કરીશું તો આપણા માટે ખતરાની ઘંટી છે. માનવસમાજ પર અસર થશે.