15 June 2018

પારસી સમાજના યુવાનોએ ઘરે-ઘરેથી અનાજ ઉઘરાવી એકસાથે ભોજન કરી રોઝદિન ઉજવ્યો


ભારતમાં કુદરતને ખુશ કરવાની દરેક ધર્મની અનોખી પરંપરા પૂર્વજોથી ચાલી આવી છે. આમ નવસારી પારસી સમાજ વર્ષોની પ્રથા મુજબ પવિત્ર બહેમન મહિનાના રોઝદિનની ઉજવણી કરી વરસાદને રીઝવવાની પરંપરાની નવસારીમાં ઉજવણી કરવામાં આવી રહી છે.ભારતમાં પારસી સમાજ ગુજરાત રાજ્યના સંજાણ બંદરે આગમન કરી દુધમાં સાકરની જેમ ભળી ગયા. આ પારસી ધર્મમાં બહેમન મહિનો પવિત્ર કહેવાય છે.

આ માસમાં પારસીઓ માંસ-માછલીનો ત્યાગ કરી શાકાહારી ભોજન પુરવાર કરે છે. આ માસ દરમિયાન પારસી કોમ પોતાના કુટુંબના મુત્યુ પામેલા પિતૃઓની પુજા કરે છે. આ માટે પારસી સમાજમાં બહેમન મહિનાનું પવિત્ર મહિના તરીકે મહત્ત્વ છે.

પારસીઓએ સમૂહ ભોજન કરી રોઝદિન ઊજવ્યો
પારસી ધર્મમાં બહેમન માસના રોઝ દિન સૌથી પવિત્ર દિન કહેવાય છે. દરેક જ્ઞાતિ ધર્મજનો મારફતે વરસાદને રીઝવવાની અનોખી પરંપરા છે ત્યારે નવસારી પારસી સમાજની પણ દરેક જ્ઞાતિ ધર્મજનોની જેમ વરસાદને રીઝવવાની અનોખી પરંપરા છે.

નવસારી પારસી સમાજ દ્વારા વરસાદ રીઝવવાની શરૂઆત વર્ષ 1959માં આવેલા દુકાળનાં સમયથી થયો હતો. તેઓ ઘી-ખીચડીનો કાર્યકમ યોજી મેઘરાજાને રીઝવે છે. આ દિને પારસી સમાજના બાળકો અને યુવાનો સમાજના દરેક ઘરે ઘરે ફરી અનાજ (દાળ, ચોખા, ઘી અને તેલ)નું ઉઘરાણું કરી એકસાથે ભોજન કરે છે તથા આ દિનને ઘી-ખીચડીનો દિન તરીકે ઓળખાય છે. વરસાદને રીઝવવા માટે પારસી લોકગીત ઘી ખીચડીનો પૈસો દોઢિયાનો રૂપિયો વરસાદજી તો આયેગા’નું ગીત ગાઈ દાળ-ચોખા અને ઘી ઉઘરાવી ખીચડીનું સામૂહિક ભોજન કરે છે.