18 September 2018

મૂળભૂત અધિકારો રક્ષવા નવસારીના વકીલોનો મોરચો


વકીલોનાં મૂળભૂત અધિકારોનાં રક્ષણ માટે નવસારીના વકીલોએ સોમવારે દેખાવો કરી કલેક્ટરાલયમાં મોરચો લઇ ગયા હતાં.

નવસારી ડીસ્ટ્રીક્ટ બાર એસોસીએશનનાં પ્રમુખ દિપક ગુપ્તાની આગેવાની હેઠળ નવસારીનાં વકીલોનો મોરચો સોમવારે કલેક્ટરાલય પહોંચ્યો હતો. ત્યાં પહોંચી વકીલોએ કલેક્ટર ડો.મોડીયા સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન વકીલોએ તેમની કેટલીક માંગો સંદર્ભે મૌખિક અને લેખિત રજૂઆતો કરી હતી.

રજૂઆતોનાં જણાવ્યું કે સર્વોચ્ચ અદાલત દ્વારા તાજેતરમાં એક ચુકાદા દ્વારા બાર એસોસીએશનોને કોઇ પણ પ્રસંગોએ કોર્ટમાં હડતાળ, કામકાજથી અળગા રહેવાનાં એલાન આપવા પર જ અંકુશ મૂક્યો છે. જેને વકીલોનાં મૂળભૂત અધિકારો ઉપર પ્રહાર ગણાવી ફેર વિચારણાની માંગ કરી હતી. વકીલોએ એડવોકેટમાં લાભાર્થે કેન્દ્રસ્તરે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરાય અને તેમાં કલ્યાણકાલક્ષી જોગવાઇઓનો સમાવેશ કરાય તેવી માંગ કરી હતી.

આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ આયોગ વિધેયક પાછું ખેંચવા, ન્યાયાધિશોની ખાલી જગ્યા ભરવા તથા અન્ય કેટલીક માંગણીઓ સંતોષવાની માંગ પણ કરી હતી.