27 September 2018

વિજલપોર પાલિકાની અવિશ્વાસની દરખાસ્ત કાયદાકીય ગૂંચમાં


વિજલપોર પાલિકાની અવિશ્વાસની દરખાસ્ત મૂલતવી રખાયા બાદ હવે કાયદાકીય ગૂંચમાં ફસાઇ ગઇ છે. પાલિકા પ્રમુખનાં જુથે સભા ખોટી રીતે મૂલતવી રાખી તેમની પાસે સભ્ય સંખ્યા હોવા બાબતની એફિડેવીટ કલેક્ટરની રૂબરૂમાં આજે બુધવારે કરી હતી.

વિજલપોર પાલિકાની ખાસ સભા મંગળવારે અવિશ્વાસની દરખાસ્તનો નિર્ણય લેવા માટે મળી હતી. સભાનાં અધ્યક્ષ એવા પાલિકા ઉપપ્રમુખ સંતોષ પુંડકરે દરખાસ્ત ઉપર ગુપ્ત મતદાન કરવાનો આદેશ આપતા પ્રમુખના જુથે ગુપ્ત મતદાનનો વિરોધ કર્યો હતો અને ભારે બબાલ સભામાં થઇ હતી. સવા દોઢ કલાકનાં વાદવિવાદ બાદ આખરે ચીફ ઓફિસર કેતન જોષીએ અવિશ્વાસની દરખાસ્તની સભાને મુલતવી રાખવાનો નિર્ણય જણાવી દીધો હતો.

સભાને મુલતવી રાખવાનાં નિર્ણયને વિજલપોર પાલિકા પ્રમુખ જગદીશ મોદીનાં જુથે ખોટો ગણાવ્યો છે. આ મુદ્દે તેઓ જિલ્લા કલેક્ટર સમક્ષ આજે બુધવારે લઇ ગયા હતાં. પાલિકા પ્રમુખ જગદીશ મોદીની આગેવાનીમાં કુલ 16 કાઉન્સીલરો જિલ્લા કલેક્ટર ડો.એમ.ડી.મોડીયાને મળ્યા હતાં. તેમને મળી મંગળવારની પાલિકાની સભામાં થયેલ કાર્યવાહીનો મૌખિક, લેખિત ચિતાર આપ્યો હતો.

પ્રમુખ સહિતનાં 16 કાઉન્સીલરોનું કહેવું હતું કે, અવિશ્વાસની દરખાસ્ત સંદર્ભે મળેલી ખાસ સભામાં કોઇપણ યોગ્ય કારણ વગર અને નિયમોની ઉપરવટ જઇને ગેરકાયદેસર રીતે ચીફઓફિસરે સભાને મુલતવી રાખી દીધી હતી. વધુમાં જણાવ્યું હતું કે અવિશ્વાસની દરખાસ્ત મૂકનાર સભ્યો તેમની બહુમતી સાબિત કરી શક્યા ન હોવા છતાં ચીફ ઓફિસરે પક્ષપાતી વલણ દાખવી સભાને મુલતવી રાખી હતી. પ્રમુખે એમ પણ માંગ કરી દીધી હતી કે, અવિશ્વાસની દરખાસ્ત મુકનારા તેમની બહુમતી સાબિત કરી શક્યા ન હોઇ પાલિકા પ્રમુખ સામેની ‘દરખાસ્ત દફતરે કરવા’ અરજ છે. પ્રમુખની તરફેણમાં કુલ 16 કાઉન્સીલરોએ એફિડેવીટ પણ કરી છે. (અહીં ઉલ્લેખનીય છે કે, દરખાસ્તને દફતરે કરવા માટે પ્રમુખ જુથને 13 સભ્યો જરૂરી હતા અને સામેનાં જુથને બે તૃતીયાસ સભ્યો એટલે કે 24 સભ્યો જરૂરી હતાં.)

પ્રમુખ સામેનાં જુથના અને ખાસ સભાના અધ્યક્ષ પાલિકા ઉપપ્રમુખ સંતોષ પુંડકરે જણાવ્યું કે, અમે ચીફ ઓફિસરે સભા મુલતવી કેમ રાખી તેનું કારણ મંગળવારથી લેખિતમાં માંગ્યું છે જે મંગળવારે તો ન આપ્યું પરંતુ આજે બુધવારે પણ આપ્યું ન હતું.

વિજલપોર નગરપાલિકમાં હવે શું થશે
વિજલપોર શહેર સહિત સમગ્ર જિલ્લાનાં રાજકારણમાં અવિશ્વાસની દરખાસ્તનો મુદ્દો ચર્ચામાં છે. સભા મુલતવી રખાયા બાદ હવે શું થશે તેની ચર્ચા છે. શું સભા પ્રમુખ, સીઓ યાઉપપ્રમુખ ફરી બોલાવશેω અવિશ્વાસની દરખાસ્તનો નિર્ણય જ જાહેર કરાશેω મામલો કોર્ટમાં જશે કે અન્ય નિર્ણય લેવાશે ω ભારે કાયદાકીય ગુંચ ઉદભવી છે.

પાલિકાની ખાસ સભા કોણે મુલતવી રાખી ?
વિજલપોર પાલિકાની ખાસ સભા ચીફ ઓફિસરે મુલતવી રાખ્યા બાદ એવી ચર્ચા પણ ચાલી રહી છે કે સીઓએ સભા પોતાની રીતે મુલતવી રાખી કે સભાનાં અધ્યક્ષ ઉપપ્રમુખના કહેવાથી મુલતવી રાખીω સીઓ પોતાની રીતે સભા મુલતવી રાખી શકે કે નહીં તે બાબતે વાદવિવાદ છે. જોકે સભાનાં અધ્યક્ષ પાલિકા ઉપપ્રમુખ સંતોષ પુંડકરે જણાવ્યું કે મે સભા મુલતવીનો કોઇ આદેશ સીઓને આપ્યો ન હતો. સીઓએ પોતાની રીતે જ મુલતવી રાખી હતી.

આ મુદ્દે કલેક્ટરની કોઈ ભૂમિકા નથી
પાલિકામાં સભા જેણે મુલતવી રાખી છે તેજ પાછી સભા રાખશે, નગરપાલિકાએ જ નિર્ણય કરવાનો છે. આમા કલેક્ટરની કોઇ જ ભૂમિકા નથી. -ડો.એમ.ડી.મોડીયા, કલેક્ટર, નવસારી.