14 October 2018

નવસારી રેલવે સ્ટેશને ટિકિટચેકરે મહિલા સાથે અભદ્ર વર્તન કરી ઢીકમુક્કીનો માર માર્યો


નવસારી રલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ નં. ૨ ઉપર આજે એક મહિલા અને તેનો દીકરો સુરતથી આવ્યા હતા. ટીસીએ ટિકીટ માંગતા મહિલાનાં દીકરા પાસે ટિકીટ ન હોય ટીસીએ રુ. ૩૦૦ પેનલ્ટી પેટે માંગતા મહિલા પાસે આટલા પૈસા ન હોય તેણે પૈસા ન આપતા ટીસી એ મહિલા સાથે અભદ્ર વર્તન કરી તેને ઢીક મૂકીનો માર મારતા રેલવે પોલીસને ફરિયાદ આપતા રેલવે પોલીસે ટીસી તથા બે સાથીઓ સામે ગુનો દાખલ કર્યો છે. ટીસીએ પણ મહિલાએ તેને માથામાં લોખંડની એંગલ મારી હોવાની ફરિયાદ આપી છે. ટીસી હાલ સિવિલમાં સારવાર હેઠળ છે.

નવસારીનાં ઘેલખડી વિસ્તારમાં રહેતી આશાબેન ચંદુભાઇ કાવડીયા સુરતથી પંજાબી ડ્રેસ લાવી નવસારીમાં ફેરી કરી વેચવાનો ધંધો કરે છે. આજે તેઓ સુરત ખાતે તેમની કુળદેવીનાં દર્શન કરી તેમનાં ૧૩ વર્ષનાં દીકરા વીર સાથે સુરતથી પશ્ચિમ એક્સપ્રેસમાં બેસી નવસારી આવવા નીકળ્યા હતા. સવારે ૧૧:૧૫ વાગે આ ટ્રેન નવસારી સ્ટેશનના પ્લેટફોર્મ નં. ૨ ઉપર આવતા તેઓ ટ્રેનમાંથી તેમનાં દીકરા વીર સાથે પ્લેટફોર્મ ઉપર ઉતર્યા હતા.

સ્ટેશન પર ટીસીએ ટિકીટ માંગતા આશાબેને પોતાનો સીઝન પાસ બતાવ્યો હતો. તેમણે દીકરાની ટિકીટ ન હોવાનું જણાવતા ટીસીએ ટિકીટ રસીદનાં ૩૦૦ માંગતા આશાબેન આટલા પૈસા ન હોવાનું જણાવ્યું હતું. ટીસીએ આ બાબતે ઉશ્કેરાઇ જઇ આશાબેનનાં દીકરાની પેન્ટમાં હાથ નાંખતા પેન્ટ ઉતરી ગઇ હતી. આશાબેને ટીસીને આવું ન કરવા જણાવતા ટીસીએ ઉશ્કેરાઇને આશાબેનનું બ્લાઉઝ પકડી ઢીક મુક્કીનો માર મારતા આશાબેને કેલવે પોલીસમાં ફરિયાદ આપી હતી. વલસાડ રેલવે પોલીસનાં એએસઆઇ આર.ડી. જાદવે ટીસી સંજીવકુમાર વર્મા (રહે. શિવાની રેસીડેન્સી, વિજલપોર, નવસારી) તથા તેના બે સાથીઓ રજનીશકુમાર મિશ્રા તથા રમેશભાઇ હરીશભાઇ સાથે ફરિયાદ નોંધી હતી.

રેલવેનાં ટીસી સંજીવકુમારનો સંપર્ક કરતા તેણે જણાવ્યું હતું કે હાલ હું સિવિલ હો્સ્પિટલમાં સારવાર હેઠળ છું. કેમકે મહિલાએ મને લોખંડની એંગલ માથામાં મારતા મને માથામાં ઇજા થઇ છે. આ બાબતની ફરિયાદ મેં પણ રેલવે પોલીસને આપી છે.