31 October 2018

વિજલપોરની સભામાં તડાફડી, મામલો પોલીસ મથકે પહોંચ્યો


વિજલપોર પાલિકાની સામાન્ય સભામાં કાઉન્સીલરોનો મેજીક આંક 18 પ્રમુખના જુથે મેળવી લેતા મોટેભાગના કામો વિના ચર્ચાએ જ પસાર કરી લીધા હતાં. જોકે કામો ચર્ચા વિના જ પસાર કરવા સામે ઉપપ્રમુખના જુથે વાંધે લેતા સભામાં ભારે અફરાતફરી પણ થઇ હતી. આ સમગ્ર મામલો મોડી સાંજે જલાલપોર પોલીસ સુધી પહોંચ્યો હોવાની જાણકારી મળી છે.

વિજલપોર નગરપાલિકાની બહુચર્ચિત સામાન્ય સભા આજે મંગળવારે પાલિકાનાં કોમ્યુનીટી હોલમાં મળી હતી. કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. પાલિકા પ્રમુખ જગદીશ મોદીએ અધ્યક્ષસ્થાનેથી સભા શરૂ કરતાં એજન્ડા ઉપરનાં તમામ 28 કામો મંજુર કરવાની વાત કરતાં ઉપપ્રમુખ પુંડકરના જુથ તથા કોંગ્રેસી ગંગાધર શુક્લા વિગેરેએ કામો ઉપર ચર્ચાની માંગ કરી હતી. જેને લઇને બંને જૂથો વચ્ચે વિવાદ સર્જાયો હતો. ઉપપ્રમુખના જુથના અનેક કાઉન્સીલરો અધ્યક્ષ ભણી ધસી આવી લોકશાહીના હિતમાં માહિતી મળે તે માટે કામોની ચર્ચા કરવાની માંગ કરી હતી.

લગભગ અડધો કલાક સામાન્ય સભામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એજન્ડા ઉપરના કામો ‘ચર્ચા વિના’ યા ‘ચર્ચા’ કરી પસાર કરવા મુદ્દે બંને જૂથો બાખડતા રહ્યાં હતાં. બાદમાં ચીફ ઓફિસર ચાંડપ્પાએ કાયદાકીય સમજ આપી વિવાદને ‘વોટીંગ’ ઉપર લેવા જણાવ્યું હતું.

જેને લઇને વોટીંગ થતા ‘ચર્ચા વિના’ કામો પસાર કરવાનાં મતમાં 18 મતો અને ‘ચર્ચા’ કરવાનાં મતમાં પણ 18 મતો પડતા ‘ટાઇ’ થઇ હતી. બાદમાં કાયદા મુજબ સભા અધ્યક્ષ પ્રમુખનો કાસ્ટીંગ વોટ આપવાનો હોઇ સભા અધ્યક્ષ પાલિકા પ્રમુખ જગદીશ મોદીએ તેનો કાસ્ટીંગ વોટ ‘ચર્ચા વિના’ કામો પસાર કરવામાં આવતાં તમામ કામો ચર્ચા વિના પસાર કરી

સોમવારે સિનારીયો બદલાયો?
વિજલપોર પાલિકામાં નારાજ ગૃપ પાસે 16 સભ્યો હતા અને 3 કોંગ્રેસનાં સભ્યો સાથે19 થતાં હતાં. મળતી માહિતી મુજબ સોમવારે સવાર સુધી માહોલ આવો હતો. જોકે નારાજ ગૃપ સાથે અગાઉ રહેલ કાઉન્સીલર ભીખુ પટેલ આજે મંગળવારે સભામાં પ્રમુખના જુથ સાથે થતાં બંને જુથની સંખ્યા 18-18 થઇ હતી અને પ્રમુખના કાસ્ટીંગ વોટથી સ્થિતિ બદલાઇ ગઇ હતી.

સભ્ય રડ્યા, ધમકી અપાયાના આક્ષેપ
સામાન્ય સભા પૂર્ણ થયા બાદ પણ પાલિકા કચેરીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રમુખ મોદી અને કોંગ્રેસી નેતા શુક્લા બાખડ્યા હતાં. સભ્ય જાગૃતિ દેસાઇ સાથે થયેલ વર્તાવથી જાગૃતિબેન રડી પડ્યા હતાં. પ્રમુખના જુથ સાથે રહેલ ભીખુ પટેલે પોતાને મરાયાનો તથા ધમકી આપ્યાનો આક્ષેપ મૂક્યો હતો.

image: gujaratmitra