4 November 2018

સર જે.જે. સ્કૂલમાંથી રોકડા ચોરાયા, ડિવાઇન સ્કૂલમાં ચોરીનો પ્રયાસ


વિજલપોરની સર જે.જે. સ્કુલમાંથી રોકડા ૮ હજાર રૂપિયાની ચોરી કરી ચોર નાસી ગયા હતા. જ્યારે ડિવાઇન સ્કુલમાં તે જ ચોરોએ ચોરીનો પ્રયાસ કર્યાનો બનાવ વિજલપોર પોલીસ મથકે નોîધાયો છે. પોલીસે ઘટના સ્થળે પહોîચી તપાસ કરતા બંન્ને સ્કુલના સીસીટીવી કેમેરા જોતા મોઢા પર રૂમાલ બાંધેલા ચાર અજાણ્યા ઇસમો નજરે ચઢ્યા હતા. જેના આધારે પોલીસે ચોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી મુજબ, વિજલપોરના હાંસાપોર ગામની સીમમાં સર જે.જે. સ્કુલ આવી છે. જ્યાં ગત મોડી રાત્રે કોઇ અજાણ્યા ચોરોએ સ્કુલના અોફિસનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અને ત્યારબાદ તે ચોરોએ અોફિસના કબાટમાંથી તેમજ ટેબલના ડ્રોવરમાંથી રોકડા ૮૭૪૫ રૂપિયાની ચોરી કરી નાસી ગયા હતા. જ્યારે દાંતેજ ગામે આવેલી ડિવાઇન પબ્લીક સ્કુલમાં પણ મોડી રાત્રે કોઇ અજાણ્યા ચોરોએ અંદર પ્રવેશ કરી સ્કુલના કેન્ટીનમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે સ્કુલમાં ચોરોના હાથમાં કંઇ લાગ્યું ન હતુ. અને તેઅોએ ખાલી હાથે પાછા ફર્યા હતા.

આ બાબતે સર જે.જે. સ્કુલના પ્રિન્સીપાલ તનાજ મરજબાન પાત્રાવાલાએ વિજલપોર પોલીસ મથકે જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોîચી તપાસ આરંભી હતી. જ્યાં પોલીસે સ્કુલના સીસીટીવી કેમેરા જોતા મોઢા પર રૂમાલ બાંધેલા ચાર ચોરો નજરે ચઢ્યા હતા. તેમજ ડિવાઇન પબ્લીક સ્કુલના સીસીટીવી કેમેરા જોતા આ જ ચાર અજાણ્યા ચોરો નજરે પડ્યા હતા. પોલીસે કેમેરાના ફુટેજ લઇ ફિંગર પ્રિન્ટની મદદથી ચોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

જ્યારે આ બાબતે આગળની તપાસ પીઆઇ એસ.ડી. સાળુંકેએ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, સર જે.જે. સ્કુલમાં અોફિસની દરવાજાની હાલત અને બારીઅોમાં ગ્રીલ ન હોવાથી સંચાલકની બેદરકારીઅો સામે આવી હતી.