8 November 2018

નવસારીની કંસારવાડ વિસ્તારની પાર્સલ ઓફિસમાં આગ


નવસારીમાં મોટાબજારના નાકે કંસારવાડ નજીક આવેલી પાર્સલ સર્વિસની દુકાનમાં દિવાળીના દિવસે આગ લાગી હતી. જોકે થોડા સમયમાં કાબૂમાં આવી ગઈ હતી.

નવસારીમાં મોટાબજારના નાકે કંસારવાડ વિસ્તાર નજીક શિવમ ઈન્ટરનેશનલ પાર્સલ સર્વિસની દુકાન આવેલી છે. આ દુકાન આજે દિવાળીના દિવસે સવારે બંધ હતી ત્યારે દુકાનમાં આગ લાગી હતી.

12 વાગ્યાના અરસામાં લાગેલી આગની જાણ નવસારી ફાયરબ્રિગેડમાં કરવામાં આવી હતી. આગને લઈને આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. તુરંત ફાયરબ્રિગેડના ત્રણેક બંબા સ્થળ ઉપર ધસી ગયા હતા અને આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. થોડા સમયમાં જ આગ કાબૂમાં આવી ગઈ હતી. આગમાં કેટલીક વસ્તુ બની ગઈ હતી. જોકે નુકસાનીની ચોક્કસ જાણકારી મળી ન હતી. આગથી કોઈ જાનહાનિ થઈ ન હતી. પ્રાથમિક તબક્કે આગ શોટસર્કિટથી લાગી હોવાનું લાગી રહ્યું હતું.