20 November 2018

નવસારીની સબજેલમાં તુલસી વિવાહનો કાર્યક્રમ


દિવ્ય જીવન સંઘ, નવસારી અને નવસારી ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝન ટ્રસ્ટના ઉપક્રમે આજે દેવઊઠી અગિયારસના પવિત્ર દિવસે નવસારી જિલ્લાની સબજેલમાં તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બંને સંસ્થાનાં પ્રમુખ સુરેશ દેસાઇ, દિવ્ય જીવન સંઘના મંત્રી શૈલૈશ માલી, ઉપપ્રમુખ ગોપાલભાઇ ટંડેલ, સંગઠન મંત્રી નલિનીબેન દેસાઇ, દિલીપભાઇ નાયક, સહમંત્રીઓ શ્રી પઢિયાર તથા કિરણભાઇ દેસાઇ તથા સુરભીબેન,આશાબેન, જયશ્રીબેન,ગીતાબેન,હેમાબેન, રક્ષાબેન,ઇન્દુબેન,પન્નાબેન વગરે બહેનો પણ ઉપસ્થિત હતા.

નવસારી જિલ્લા સબજેલના સુપ્રિટેન્ડન્ટ નાગજીભાઇ દેસાઇ તથા એમના પત્ની ગીતાબેન દેસાઇ લાલજી મહારાજના માતાપિતા તથા નલિનીબેન દેસાઇ અને મુકેશભાઇ દેસાઇ કન્યા તુલસીના માતાપિતા બન્યા હતા.

લાલજી અને તુલસીના લગ્ન થયાં ત્યારે જેલના કેદીઓએ હર્ષધ્વનિથી પ્રંસગને વધાવી લીધો હતો. કાર્યક્રમના આયોજનમાં રવિ શાહ મદદરૂપ બન્યા હતા. આ પ્રસંગે નવસારી શહેર પૂર્વ કોંગ્રેસ પ્રમુખ દીપક બારોટ પણ ઉપસ્થિત રહ્યા હતા. લગ્નવિધિમાં 300 કેદીઓ પણ જોડાયા હતાં આનંદોત્સવથી તુલસીવિવાહનો પ્રસંગ ઉજવાયો હતો.