26 November 2018

કાલિયાવાડીના શિવાની પાર્કના બંધ બંગલામાં ચડ્ડી બનિયાનધારીઅો ત્રાટકયા


નવસારીમાં ઠંડીની શરૂઆત થતાની સાથે જ ઘરો, શાળાઓ અને દુકાનોમાં ચોરી તેમજ ચોરીના પ્રયાસની ઘટનાઓ વધવા પામી છે. શુક્રવારે રાતે પણ ચોરટાઓઍ નવસારીને અડીને આવેલા કાલિયાવાડી ગામે શિવાની પાર્ક સોસાયટીના ત્રણ બંગલાઓને નિશાન બનાવ્યા હતા. જેમાંથી ઍક બંગલામાંથી ફક્ત ૫ હજારની મત્ત ચોરી કરી ગયા હતા. જ્યારે મહિલા આઈટીઆઈમાં પણ ચોરી કરવા ઘુસ્યા હતા, પરંતુ તેમને કંઇ મળ્યુ ન હતુ.

મળતી માહિતી અનુસાર, નવસારીમાં ઠંડીની મોસમ શરૂ થતાની સાથે જ ચોરટાઓઍ તરખાટ મચાવ્યો છે. છેલ્લા ઍક બે મહિનામાં નવસારી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ચોરી અને ચોરીના પ્રયાસની ઘટનાઓ સામે આવી છે. જેમાંથી કેટલીક જગ્યાઍ તો ચોરટાઓની કરતુત સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે, પરંતુ આજ દિન સુધી ચોર ટોળકીઓને પકડવામાં પોલીસને સફળતા મળી નથી. દરમિયાન શુક્રવારે રાતે પણ નવસારીને અડીને આવેલા કાલિયાવાડી ગામે શિવાની પાર્ક સોસાયટીને ચોરટાઓઍ નિશાન બનાવી હતી. ચોરટાઓઍ પિંકેશ શૈલેષભાઈ પટેલના બંગલાને નિશાન બનાવ્યો અને બંગલાના મુખ્ય દરવાજાને તોડીને અંદર પ્રવેશ્યા હતા.

ચોરટાઓઍ પીંકેશના ભાઈના બેડરૂમમાંથી ઍક ૪ હજાર રૂપિયાની રાડો ઘડિયાળ અને હજાર રૂપિયાના બે જીન્સના પેન્ટ મળીને ૫ હજાર રૂપિયાની મત્તાની ચોરી કરી હતી. સાથે આસપાસના બંગલાના દરવાજા તોડીને પણ ચોરટાઓ અંદર પ્રવેશ્યા હતા, પરંતુ ખાલી હાથે ફરવુ પડ્યુ હતુ.

શિવાની પાર્કની પાછળ આવેલી મહિલા આઈટીઆઈમાં પણ ચોરટાઓઍ હાથ અજમાવ્યો હતો. પરંતુ ત્યાં પણ તેમને કંઈ મળ્યુ ન હતુ. જાકે ચોરટાઓની કરતુત શિવાની પાર્કના ઍક બંગલામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેમાં ત્રણ ચોરટાઓ જણાયા હતા.

ઘટનાની જાણ થતા નવસારી ગ્રામ્ય પોલીસના પીઍસઆઈ ઍસ. જી. દેસાઈ અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં પોલીસે ઍફઍસઍલ અને ફિંગર પ્રિન્ટ ઍક્સપર્ટની મદદથી તપાસ હાથ ધરી હતી. સાથે જ સીસીટીવી ફૂટેજના આધારે ચોરટાઓ ચડ્ડી બનિયાન ધારી ગેંગ હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે. આ બબાતે પીંકેશ પટેલની ફરિયાદના આધારે પીઍસાઈ ઍસ. જી. દેસાઈઍ આગળની તપાસ હાથ ધરી છે.

ચોરટાઓ થયા સી.સી. ટી.વીમાં કેદ
શિવાનીપાર્કમાં ત્રણ જેટલા ચડ્ડીબનીયાન ધારી ચોરટાઓ ચોરી કરવા આવ્યા હોવાનો સી.સી.ટી.વી કેમેરામાં કેદ થયુ છે. આ સી.સી. ટી.વીના ફુટેજ મેળવી પોલીસે ચોરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

નવસારીમાં ફરી ચડ્ડીબનિયાનધારી ગેંગ સક્રિય
છેલ્લા ૧૫ દિવસોના લેખાજાખા જાઈઍ તો જ્યાં-જ્યાં ચોરીના બનાવો બન્યા છે અને જે જગ્યાઍથી સી.સી.ટી.વી ફુટેજ પોલીસને મળ્યા છે તે જાતા શહેર અને જિલ્લામાં ચડ્ડીબનીયાનધારી ગેંગ સક્રિય થઈ હોવાના અણશાર મળે છે. જે રીતની આ ચોરોની મોડેસ ઓપરેન્ડી છે તે સમાન જાવા મળે છે. ત્રણથી-ચાર ચડ્ડીબનીયાન ધારીઓ ચોરીના બનાવોમાં ઍક્ટીવ જણાયા છે ત્યારે ઠંડીની શરૂઆતની સીઝનમાં નવસારીમાં ફરી ચડ્ડીબનીયાનધારી ગેંગ સક્રિય થઈ હોય ઍમ લાગે છે.