4 December 2018

SSVB પ્રકરણમાં 1 કાર, 9 બાઇક કબ્જે લેવાઈ


વિજલપોરમાં આવેલી એસએસવીબી બિઝનેસ ઈન્ડિયાના સંચાલકો વિરૂદ્ધ થયેલી ફરિયાદ 4 આરોપીઓને ઝડપવામાં એલસીબીને સફળતા મળી હતી. સુરત કોર્ટ ખાતે આરોપીના ચાર દિવસના રિમાન્ડના ત્રીજા દિવસે પોલીસે 10 વાહનો કબજે કર્યા હતા. 320થી વધુ ભોગ બનનારાઓએ પોલીસ મથકે આવી નિવેદનો આપ્યા, જેમાં રૂ. 4.50 કરોડની છેતરપિંડીની આશંકા પોલીસ રાખી રહી છે.

કંપની તથા સંચાલકોની 20 મિલકતો શોધી કાઢી હતી. કંપની અને સંચાલકો તથા તેના સંબંધીઓના 47 બેંકખાતા પોલીસે સીઝ કર્યા હોવાની માહિતી મળી છે. સંભાજીનગર ખાતે આવેલા એસએસવીબી બિઝનેસ ઈન્ડિયા નામની મલ્ટીસ્ટોર પેઢી ખોલીને શ્રીરંગ પોલ, વિક્રમ પોલ, વિનોદ રસાલ તથા બાલુ નંગીએ લલચામણી સ્કિમ મુકીને લોકો પાસેથી નાણાં ઉઘરાવ્યા હતા. અંદાજે 12 હજારથી વધુ ગ્રાહકો બનાવીને રૂ. 18 કરોડથી વધુ રકમ છેતરપિંડીથી ઉઘરાવી હતી. રિમાન્ડના ત્રીજા દિવસે એલસીબીને એસએસવીબીના સંચાલકો વિરૂદ્ધ પુરાવા ઉભા કરવામાં સફળતા મળી હતી.

પોસઈ રાયજાદાએ જણાવ્યું કે એસએસવીબીના માલિકીના 9 બાઈક તથા 1 કાર કબજે લીધી હતી. કંપનીના સંચાલકો તથા તેમના સંબંધીઓના 47 જેટલા બેકખાતાઓને સીઝ કર્યા હતા. કંપનીની માલિકીની 20 મિલકતો શોધી કાઢવામાં સફળતા મળી હતી. ઉપરાંત ત્રણ દિવસ દરમિયાન ભોગ બનનારા 320થી વધુ લોકોએ પોતાના નિવેદનો એલસીબી કચેરીએ નોંધાવ્યા છે.