11 December 2018

નવસારીમાં લુન્સીકુઈ ખાતે ડોગ શો યોજાયો


નવસારી એનિમલ સેવિંગ ગ્રુપ દ્વારા છેલ્લા 6 વર્ષથી ગુજરાત લેવલનો ડોગ શો થઈ રહ્યો છે, જેને સારી સફળતાઓ કાયમ મળતી આવી છે. તા. ૯-૧૨-૨૦૧૮ રવિવારના રોજ પણ નવસારી લુન્સીકુઈ ખાતે આ ડોગ શોનું આયોજન થયું હતું. તેમાં વિનેચાપોમેલિયન, ગોલ્ડરેડ ત્રિવર, જર્મન સેફર, મિની પોમ, સબલ ફસકી, બોક્સર, જેક્લુસિસ તેરિયર, લેબ્રોડોગ, લોટવેલર્સ, જેવા અનેક કિંમતી અને ન જોયેલા હોય તેવા ડોગોની એન્ટ્રી થઈ હતી. નવસારી શહેરી જમાવડો લુન્સીકુઈ મેદાન પર લાગ્યો હતો. 50 હજારથી 5 લાખ સુધીની કિંમતનાં ડોગ જોવા મળ્યા હતા.