15 December 2018

નેશનલ સ્કૂલ ગેમ્સ કૂડોમાં 16 મેડલ મેળવ્યા


તાજેતરમાં મધ્યપ્રદેશ ખાતે દેશની સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે 64મા નેશનલ સ્કૂલ ગેમ્સ કૂડોનું આયોજન એસજીએફઆઈ દ્વારા કરાયું હતું. જેમાં દેશની અગ્રણી શાળાના રમતવીરોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ગુજરાત સ્પોર્ટસ ઓથોરિટીની કૂડોની ટીમ ગુજરાત કૂડોના પ્રમુખ વિસ્પી કાસદના માર્ગદર્શન હેઠળ 8 જિલ્લાના 50 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

મધ્યપ્રદેશ ખાતે યોજાયેલી સ્પર્ધામાં જિલ્લામાં અને રાજ્ય સ્તરની કૂડો સ્પર્ધામાં જીતનારા 50 વિદ્યાર્થીઓને પસંદ કરીને અંડર, 14, 17 અને અંડર 19મા બોયસ અને ગર્લ્સ કેટેગરીમાં ભાગ લીધો હતો. જેમાં 10 ગોલ્ડ, 11 સિલ્વર અને 21 બ્રોન્ઝ મેડલ વિજેતા બનતા દેશમા ગુજરાત રાજ્યએ દ્વિતીય ક્રમ મેળવ્યો હતો. ગુજરાતમાંથી નવસારીના કૂડો સ્પર્ધામાં રમતવીરોએ વિવિધ કેટેગરીમાં મેડલો મેળવ્યા હતા.

અંડર 14માં દિવ્ય ભોરાએ ગોલ્ડમેડલ, અંડર 17માં મોહીબા પટણી, અંડર14માં મૈત્રી પટેલ, અંડર 17માં શિવમ માધવાની અને અંડર 19માં મેહા પટેલે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જ્યારે અંડર 17માં પ્રથમ પરમાર, ખુશી મહેતા, સામ્યા કાઝી, અંડર 14માં આર્નવી ખબરીકર, પાર્થવી પટેલે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે દેવીન પટેલ, જૈનિસ પટેલ, કાવ્યા પટેલ, દેવ સોની, શ્રેય પટેલ, અક્ષિત સોનીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. નવસારીના અંડર-14ના 27 કિગ્રા ગ્રુપમાં ગોલ્ડમેડલ જીતનારો દિવ્ય ભોરા સ્પર્ધામાં બેસ્ટ ફાયર બન્યો હતો.