17 December 2018

નવસારી રાણા યુવા પાંખ દ્વારા રકતદાન શિબિર યોજાયો


નવસારી રેડક્રોસના સહયોગ દ્વારા રવિવારે નવસારી રાણા સમસ્ત પંચ યુવા પાંખ આયોજીત રકતદાન શિબિર રાણા સમાજ પંચ વાડીમાં યોજવામાં આવ્યો હતો. આ રકતદાન શિબિરમાં ૭૨ યુવાનોનો થનગનાટ અનેરો જાવા મળ્યો હતો. તેમજ ૬ બહેનો એ પણ આ સેવા યજ્ઞમાં ઘણુજ યોગદાન આપી કુલ ૭૮ લોકોએ રકતદાન કર્યું હતું.

લોહીની ઉણપવાળા અને જરૂરિયાત વાળા દર્દીઅો કે જે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા હોય તેમના માટે કટોકટીના સમયે, નિસ્વાર્થ ભાવે રક્તદાન કરનાર વ્યક્તિના લોહીનું એક એક ટીપું કોઈના જીવન માટે મુલ્યવાન બની રહે છે. આ પ્રસંગે નવસારી રાણા સમાજના પ્રમુખ પ્રવિણભાઈ રાણા સાથે ટ્રસ્ટીઅો, આગેવાનો, દાતાઅો તેમજ યુવા પાંખના પ્રમુખ હિતેશ રાણા સાથે યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ડુંગરી ખાતે રાણા સમાજના અકસ્માતમાં દેવલોક પામેલાને શ્રઘ્ધાંજલી આપી દીપ પ્રાગટ્ય કરી રકતદાન શિબિર ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

તેમજ આ રક્તદાન શિબિરમાં નવસારી રેડક્રોસ સમાજના અગ્રણી અને ટ્રસ્ટી છગનલાલ રાણા અને રાજેશ ઈશ્વરભાઈ રાણા તરફથી ૧૫,૧૧૧નું તિથીદાન આપવામાં આવ્યું હતું.