23 December 2018

નવસારીમાં ગ્રાહકને ટેસ્ટ ડ્રાઇવ બતાવતા યુવાનનું એટેકથી મોત


નવસારીના ને.હા.નં. 48 ગ્રીડ હાઈવે પાસે આવેલા કટારીયા શો રૂમમાં ટીમ લીડર તરીકે કામ કરતા 35 વર્ષીય યુવાન તથા મહિલા કર્મચારી સાથે નવસારી કસ્ટમરને કાર બતાવવા જતા હતા ત્યારે કાલીયાવાડી ખાતેથી પસાર થતી વેળાએ ડ્રાઈવિંગ કરતા યુવાનને એટેક આવ્યો હતો. ગાડી સ્પીડમાં હોય સાથી મહિલા કર્મચારીએ જીવ બચાવવા હેન્ડબ્રેક મારતા તેણીનો જીવ બચી ગયો હતો. નવસારીના ને.હા.નં. 48 ગ્રીડ હાઈવે પાસે આવેલા કટારીયા શોરૂમમાં કારનું ખરીદ વેચાણ થાય છે.

શ્રીપાલ તલાટી (ઉ.વ. 35, રહે. કબીલપોર) આ શો રૂમમાં 10 વર્ષથી ટીમ લીડર તરીકે કામ કરતો હતો. એ દરમિયાન કાલીયાવાડી રોડ ઉપરથી પસાર થતા શ્રીપાલ તલાટીને અચાનક હાર્ટએટેક આવી જતાં તેનું માથું સ્ટિયરિંગ પર ઢળી પડ્યું હતું. મહિલા કર્મચારીને ચાલુ કારે શ્રીપાલ ઢળી પડતા કઈ અજૂગતુ બન્યાની શંકા લાગતા તેણે તુરંક કારની હેન્ડ બ્રેક મારી હતી. જેથી કાર રસ્તા ઉપર ઉભી રહી હતી. હોસ્પિટલ લઈ જતાં તબીબે તેનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું જણાવ્યું હતું.