27 December 2018

ઐતિહાસિક દાંડી ખાતે નેશનલ સોલ્ટ સત્યાગ્રહ પ્રોજેક્ટ અંતિમ તબક્કામાં


આઝદીનાં ઈતિહાસમાં 'દાંડીનો મીઠી સત્યાગ્રહ' માઈલસ્ટોન ગણાય છે. વર્ષ ૨૦૦૫માં દાંડીયાત્રાની ૭૫મી વર્ષગાંઠ પ્રસંગે તત્કાલીન વડા પ્રધાન ડો. મનમોહનસિંહ દાંડી પધાર્યા હતા. અને ત્યારે દાંડીના વિકાસની રૂપરેખા ખેંચવામાં આવી હતી. પરંતુ લાંબો સમય વીતી જવા છતાં કોઈ નક્કર કામ થયું નહીં. જેના કારણોમાં આ સમગ્ર પરિસર આર્જીલોજીક સર્વે ઓફ ઈન્ડિયા (પુરતત્વ વિભાગ), ગુજરાત ટુરિઝમ (પ્રવાસ) નિગમ દેશનાં સાંસ્કૃતિક મંત્રાલય હસ્તક ચાલી આવ્યો હતો.

તેને ટેકનીકલ રીતે ભારત સરકારનાં સાંસ્કૃતિક ભારત સરકારનાં સાંસ્કૃતિક મંત્રાલય હસ્તક આપવામાં આવ્યા બાદ આ સ્થળ જ્યાં ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો તે સૈફવિલાની સામે દાંડીના દરિયા કિનારે ૩૦ એકર જમીન પર 'સોલાર મેમોરીયલ પ્રોજેક્ટ' બનાવાનું નક્કી કરવામાં આવ્યું. જેમાં પાંચ એકર જમીનમાં ભારતનું સૌથે મોટું બીજા નંબરનું લેક (નયનરમ્ય સરોવર)નું નિર્માણ સહીત વિવિધ પ્રોજેક્ટ રૂ. ૧૧૦ કરોડનાં ખર્ચે બનાવાનું કામ અંતિમ તબક્કામાં ચાલે છે. જેની ડિઝાઈન આઈઆઈટી મુંબઈએ બનાવી છે. પ્રોજેક્ટનો અમલ સી. પી. ડબલ્યુ. ડી. હસ્તક છે. કુલ ૩૦ પૈકી ૧૫ એકરમાં આ પ્રોજેક્ટ આકાર પામશે. જ્યારે ૧૫ એકર જમીન ગુજરાત ટુરિઝમ વિભાગને ફાળવવામાં આવી છે. આ કામ પાંચ વર્ષથી ચાલી રહ્યું છે. સપ્ટેમ્બર ૨૦૧૮ સુધીમાં આ પ્રોજેક્ટ પુરો થનાર હતો પરંતુ હજી પુરેપૂરુ કામ થઈ રહ્યું નથી. જોકે, આ પ્રોજેક્ટનું લોકાર્પણ આગામી લોકસભાની ચૂંટણી પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે કરવામાં આવનાર હોવાની ચર્ચા ચાલી રહી છે અને તેને ધ્યાનમાં રાખીને કામ ઝડપભેરમાં કરવામાં આવી રહ્યું છે.

૧૩૦ ફૂટની ઉંચાઈ પર સ્ટીલની ફ્રેમ લગાવી તેના પર ડાયમંડ આકારના ક્રિસ્ટલ બનાવાશે
ઐતિહાસિક દાંડી ખાતે પાંચ એકરના બનાવામાં આવેલા વિશાળ સરોવરની વચ્ચે ૪૦ મીટર (૧૩૦ ફૂટ) ઉંચાઈ પર સ્ટેનલેસ સ્ટીલની જબરદસ્ત ફ્રેમ ગોઠવવામાં આવશે. તેના પર ગ્લાસ (કાચ) ફોમમાં ડાયમંડનાં આકારમાં ક્રિસ્ટલ બનાવામાં આવશે. જ્યારે નીચેની જગ્યા પર ૮૦ ટન વજનનાં બે મોટા પથ્થરો ગોઠવવામાં આવશે. એસ. એસ. ની ૧૩૦ ફૂટ ઉંચી ગાંધીજીની પ્રતિમા અને મીઠાનાં ઢગલા ઉપર લેઝર લાઈટ ફેંકવામાં આવશે. આ લેઝર લાઈટની ઈફેક્ટથી સમગ્ર પરિસર અલૌકિક બની રહેશે. આઈઆઈટી મુંબઈની ડિઝાઈન આઈડીયાથી સમગ્ર દાંડી પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે યાદગાર બની રહેશે એ વાત ચોક્કસ છે.

સત્યાગ્રહીઓએ જે-જે ગામમાં રોકાણ કર્યું હતું તે ગામો તાદ્રશ્ય કરી તેનો પથ બને છે
સાબરમતીથી મહાત્મા ગાંધીજી સંગાથે ૮૦ સત્યાગ્રહીઓ ૩૮૮ કિ.મી. અંતર પગપાળા ચાલતા ૨૪ દિવસે દાંડી પહોંચ્યા હતા. તેઓ આ સમય દરમિયાન જે માર્ગે દાંડી આવ્યા હતા. તે માર્ગને સરકારે પહેલાં જ 'ઐતિહાસિક માર્ગ' (હેરીટેજ) જાહેર કરી તેનો વિકાસ હાથ ધર્યો છે. એ તમામ ૮૦ સત્યગ્રાહીઓનાં પૂતળા બનાવી આબેહુબ ત્યારનું દ્રશ્ય સાકાર કરવામાં આવી રહ્યું છે. આ પૂતળા લાંબા સમયથી દાંડી ખાતે આવી ગયા છે. વિશાળ સરોવરની બાજુમાં જે-જે સ્થળે સત્યાગ્રહીઓએ રોકાણ કર્યું હતું તે તમામ ગામો તાદ્રશ્ય કરી તેનો પથ બનાવવામાં આવી રહ્યો છે. ત્યાં તે ગામનાં સંપૂર્ણ ઈતિહાસની માહિતી દર્શાવામાં આવશે. જેથી પ્રવાસીની નજર સમક્ષ દાંડીકૂચ ફરીવાર જોવા મળશે. આમ ૧૯૩૦ની દાંડી કૂચ અને મીઠા સત્યાગ્રહની સ્મૃતિઓ જીવંત થશે.

પ્રોજેક્ટમાં કોણ જોડાયું?
- મીનીસ્ટ્રી ઓફ કલ્ચર-ગર્વમેન્ટ ઓફ ઈન્ડિયા (દિલ્હી)
- સેન્ટ્રલ પબ્લીક વર્કસ ડેવલોપમેન્ટ (સી.પી.ડબલ્યુ.ડી.- દાંડી પ્રોજેક્ટ)
- ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (આઈ.આઈ.ટી. મુંબઈ)
- સંદિપ શિર્કે એન્ડ એસોસીએટ (આર્કિટેક્ટ, મુંબઈ)
- શ્રી ગણેશ કોર્પોરેશન (કોન્ટ્રાક્ટર, નવસારી)

પ્રોજેક્ટમાં શું-શું છે?
- ગાંધીજી સાથે દાંડીકૂચમાં જોડાયેલા ૮૦ સત્યાગ્રહીઓની પ્રતિમા
- દેશમાં સૌથી મોટું બીજા નંબરનું પાંચ એકરનું વિશાળ સરોવર
- મહાત્મા ગાંધી હોલ (ઓડીટોરીયમ)
- લાયબ્રેરી (વિશ્વનાં જાણીતા પુસ્તકોવાળી)
- સોલાર પાવર સ્ટેશન
- મ્યુઝીયમ (સત્યાગ્રહ સંલગ્ન)
- એન.આર.આઈ માટે સુવિધાયુક્ત હોટલ
- વોક-વે
- સોલાર ટ્રી પાર્ક (વિજળી ઉત્પાદન કરનાર જર્મનીનું લાઈટ હાઉસ)
- વેલકમ સેન્ટર