8 January 2019

બાગના નવીનીકરણમાં નવો ‘અજગર’ નહીં, જૂનો જ રખાશે


નવસારી શહેરમાં લાખો રૂપિયાનાં ખર્ચે જાણીતા ‘અજગરવાળા બાગ’ નું નવીનીકરણ તો કરાઇ રહ્યું છે પરંતુ આ બાગમાં ‘અજગર’ નવો બનાવવાની જગ્યાએ જુનાનું જ રીનોવેશન કરાશે એવી જાણકારી બહાર આવી છે.

ચાંદની ચોક ‘બાળ ક્રીડાંગણ’ માં અજગર આકારની લપસણી હોય ‘અજગરવાળા બાગ’ તરીકે જાણીતો છે. આ બાગનું અંદાજે 40 લાખથી વધુના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. જોકે એક ચોંકાવનારી માહિતી એ મળી છે કે, જે બાગની ઓળખ જ બની ગયો છે એ ‘અજગર’ ને પાલિકા નવીનીકરણમાં નવો બનાવતી નથી. હાલ જે જૂનો અજગર છે તેનું જ રીનોવેશન કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. અહીં પ્રશ્ન એ છે કે, અજગર કેમ નવો બનાવનાર નથીω શું અજગરવાળો લપસણી નવી બનાવવાનો ખર્ચ વધુ આવે છેω.

પાલિકાની ગાર્ડન કમિટીના ચેરમેન શીલાબેન પટેલે જણાવ્યું છે કે, નવા બાગમાં અજગરવાળી લપસણી નવી બનાવવા અંગે ધ્યાન દોરવામાં આવ્યું છે.