11 January 2019

આશાપુરી મંદિરથી સુશ્રૃષા હોસ્પિટલ સુધીના માર્ગ પર ટ્રાફિકની સમસ્યા


વિજલપોરના આશાપુરી મંદિરથી સુશ્રૃષા હોસ્પિટલ સુધીના માર્ગને છ માસ પહેલા એક તરફનો આરસીસીનો માર્ગ બન્યો હતો. તાજેતરમાં બીજી તરફનો માર્ગ બનાવતા રસ્તો એકમાર્ગી થઈ જતા વાહનચાલકોને ટ્રાફિક જામની પરિસ્થિતિનો સામનો કરી રહી છે. હાલ ફોરવ્હિલ વાહન આવી જાય તો થોડા સમય માટે વાહનચાલકો સંઘર્ષમાં ઉતરી રહ્યાની પણ માહિતી પ્રાપ્ત થઈ છે.

વિજલપોરના આશાપુરી મંદિરથી સુશ્રૃષા હોસ્પિટલ સુધીનો માર્ગ વારંવાર બિસમાર થતા કાયમી સમસ્યાના ભાગરૂપે આરસીસી માર્ગ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે, જેમાં છ માસ પહેલા એક તરફનો આરસીસી માર્ગ બનાવવામાં આવ્યો હતો બીજી તરફનો માર્ગ આવનજાવન માટે ખુલ્લો મુક્યો હતો તે બની જતા બીજો માર્ગ આરસીસીનો બનાવવાની કામગીરી પાલિકા દ્વારા થઈ રહી છે. તેના કારણે ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે પોલીસકર્મીઓ તૈનાત કરાયા છે. ઘણીવાર આ એકમાર્ગીય રોડ ઉપર બંને તરફથી વાહનચાલકો પસાર થાય તો ટ્રાફિક જામ થાય તો ઘર્ષણની પરિસ્થિતિ ઉદભવી રહી છે. જોકે આ રસ્તાની કામગીરી 20 ટકા જ કામગીરી બાકી હોય વાહનચાલકોએ થોડો સમય સમસ્યાનો સામનો કરવો પડે તેવું લાગી રહ્યું છે.