12 January 2019

નવસારીની ગાર્ડા કોલેજમાં GS પદે ચેતન સેનની વરણી


નવસારીમાં આવેલ એસબી ગાર્ડા કોલેજમાં જનરલ સેક્રેટરી તથા વર્ગ પ્રતિનિધિઓની ચૂંટણી શાંત વાતાવરણમાં યોજાઇ હતી. જેમાં 12 પ્રતિનિધિઓએ કોલેજનાં વર્ગ પ્રતિનિધિ બનવા ફોર્મ ભર્યા હતાં.

સુરતનાં પલસાણા ખાતે રહેતા ચેતન સેનને સર્વાનુમતે જનરલ સેક્રેટરી પદે ચૂંટી કાઢતા કોલેજમાં તેનાં સમર્થકોએ વિજયી સરઘસ ડી.જે નાં સથવારે કાઢી અએસબી ગાર્ડા આર્ટ્સ અને પી.કે.પટેલ કોલેજ ઓફ કોમર્સમાં વર્ષ 2018-19 સ્ટુડન્ટ કાઉન્સીલની ચૂંટણીનું આયોજન આચાર્ય ડો.ધર્મવીર ગુર્જરનાં માર્ગદર્શન હેઠળ થયું હતું. જેમાં 12 વિદ્યાર્થીઓએ વર્ગપ્રતિનિધિ માટે ફોર્મ ભર્યા હતાં, ઇશિત દેસાઇ, ચિત્રા દેસાઇ, સલમાન શેખ, કિંજલબેન ઠાકોર, અશ્વિની પટેલ, નિકિતા પટેલ, યશ રાણા, આરીફ ઇબ્રાહીમ પટેલ, રૂપકુમાર પટેલ, બિનલ પટેલ, નઇમઅલી સૈયદ તથા SYBA નાં ચેતન પ્રકાશભાઇ સેન વિજેતા થયા હતાં.

પહેલીવાર સુરતનાં વિદ્યાર્થી નવસારી ગાર્ડા કોલેજમાં જીએસ બનવાની ઘટના!
સુરતનાં પલસાણા ખાતે રહેતો અને SYBA માં અભ્યાસ કરતો ચેતન સેન તેજસ્વી કારકીર્દી ધરાવે છે. તેમણે જણાવ્યું કે કોલેજમાં વિદ્યાર્થીઓને લગતા પ્રશ્નોનાં નિરાકરણ માટે તત્પર રહેશે અને કોલેજનાં દરેક કામો નિષ્ઠાપૂર્વક કરશે. નવસારીની ગાર્ડા કોલેજમાં નવસારી શહેરનાં વિદ્યાર્થી જી.એસ બનતા પણ પલસાણાનાં ચેતન સેન પ્રથમ વિદ્યાર્થી જી.એસ બન્યો હશે તેવું ચર્ચાઇ રહ્યું છે.

2018-19 સ્ટુડન્ટ કાઉન્સીલનાં હોદ્દેદારો
જનરલ સેક્રેટરી ચેતન સેન, નાણા અને વિદ્યાર્થી કલ્યાણ સમિતિ સલમાન શેખ, જીમખાના સમિતિ નઇમઅલી સૈયદ, સામાજીક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ અશ્વિની પટેલ, સાહિત્યક વાદભાષા-વકતૃત્વ આરીફ પટેલ, શૈક્ષણિક પ્રવાસ સમિતી ઇશિત દેસાઇ, મેગેઝીન સમીતી ચિત્રા દેસાઇ, પ્લાનીંગ ફોરમ સમિતિ રૂપકુમાર પટેલ.