14 January 2019

11 ફૂટનો મોટો પતંગ સિંગલ દોરીથી ચગાવાય છે


નવસારીમાં ઉતરાયણ પર્વે આકાશમાં સામાન્ય રીતે પતંગ ચગે છે તેનાથી વધુ ફુટનાં 6, 8, 10 નાં પતંગો બનાવવા અને ઉડાવવા માટે જીતેન્દ્ર શાહ માહીર છે અને તેઓ છેલ્લાં 25 વર્ષથી 6 થી 10 ફુટનાં પતંગો બનાવે છે. નવસારીનાં આકાશમાં 6 ફુટથી વધુનાં લંબાઇનાં પતંગ ચગે છે તે મોટે ભાગે જીતેન્દ્રભાઇએ તૈયાર કર્યા હતાંનું તેઓ જણાવી રહ્યાં છે.

નવસારીનાં શાંતિવન સોસાયટી-1 માં વર્ધમાન રેસીડન્સીનાં રહીશ જીતુભાઇ શાહ ઉર્ફે ટીકાના નામથી ઓળખે છે તેઓ દર વર્ષે 6 ફુટથી વધુ લંબાઇના પતંગો બનાવતા હોય નવસારીનાં પતંગબાજો આવીને ઓર્ડર આપી જાય છે. જીતુભાઇ શાહે જણાવ્યું કે તેઓને 11 ફુટની પતંગ બનાવવા માત્ર 40 મીનીટ જ લાગે છે અને અંદાજે રૂ.1000 થી 1500 નાં ભાવે પતંગો વેચાણ કરે છે.

તેઓ જણાવે છે કે તેઓ 11 ફુટના પતંગ માટે ગેંડા નં-1 ની સીંગલ દોરીથી ચગાવે છે. આ વર્ષે પણ તેમનાં શાંતિવન સોસાયટી ખાતે પતંગ ઉડાડશે. પતંગ ખરીદનારાઓને તેઓ ત્રણ દોરી સાથે કરીને મોટા જમ્બો પતંગ ચગાવવા માટે સલાહ આપે છે. તેઓએ આ વર્ષે સાડા છ ફુટનાં 6 પતંગો બનાવ્યા છે. તેઓ આ પતંગ 800 થી રૂ. 1000 માં વેચાણ કરે છે. 10 ફુટનાં બે પતંગો બનાવ્યા જેની કિંમત રૂ. 1100 રાખી છે. પતંગ રસીયાઓ સામાન્ય કરતા વધુ ફુટનાં પતંગ આકાશમાં ઉડાવે. તે માટે તેમની દુકાન શેરે પંજાબ લસ્સીની નજીક, સર.જે.જે. સ્કુલ સામે આવી છે, ત્યાં સંપર્ક કરવા જણાવ્યું છે.