18 February 2019

નવસારીમાં મહિલાની આંખમાં મરચાની ભૂકી નાંખીને બે જણા ચેન આંચકી ગયા


નવસારીના શાંતાદેવી રોડ ખાતે રહેતી વૃધ્ધા શાકભાજી લેવા જતા હતાં ત્યારે સુપર એપાર્ટમેન્ટની ગલીમાં એક ઇસમે પાછળથી આવીને તેમની આંખો ઉપર હાથ મૂકી તેણીના મોઢામાં મરચાની ભૂકી નાંખી હતી અને ગળામાં પહેરેલી દોઢ તોલાની કિંમત રૂ. 30 હજારની ચેઇન તોડી બાઇક ઉપર ભાગી જનારા બે ઇસમો વિરૂધ્ધ ઘટનાનાં 5 માસ પછી ટાઉન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.

નવસારીનાં શાંતાદેવી રોડ ખાતે આવેલ હંસાબેન નટવરલાલ શાહ (રહે. સમર્પણ એપાર્ટમેન્ટ રૂમ નં. 106) એકલી રહે છે. તેમણે આજ રોજ ટાઉન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. જેમાં ગત 13 મી ઓક્ટોબર 2018ના રોજ શાંતાદેવી રોડ ખાતે શાકભાજી લેવા જતી હતી. તે દરમિયાન સાંઢકુવા સુપર એપાર્ટમેન્ટની ગલીમાં ચાલતી રોડ ઉપર આવતી હતી ત્યારે એક અજાણ્યા ઇસમ મારા પાછળથી આવીને મારી આંખો ઉપર હાથ મૂકીને મારા મોઢામાં મરચાંની ભૂકી નાંખીને ગળામાં પહેરેલ સોનાની ચેઇન કિંમત રૂ.30 હજાર તોડી નાંખી ભાગી ગયો હતો. તે ઇસમ દોડતો રોડ ઉપર ગયેલો અને ત્યાં એક બાઇક લઇને ઉભી રહેલો યુવાનની પાછળ બેસીને આશાનગર તરફ બેસી જતો રહ્યો હતો. આ ઘટનાની ફરીયાદ હંસાબેન શાહે 5 માસ અગાઉ આ જ મોડસ ઓપરેન્ડીથી ચેન આંચકી લવાઈ હતી નવસારી ટાઉન પોલીસ મથકે કરતા વધુ તપાસ સાંઢકુવા ચોકીનાં પોસઇ ડી.એચ. વાઘેલા કરી રહ્યાં છે.

ટાઉન પોલીસમાં બે દિવસમાં બે ફરિયાદ
નવસારીનાં શાંતાદેવી રોડ વિસ્તારમાં ગત 31 મી જાન્યુઆરી 2019 ના રોજ પણ એકલી જતી વૃધ્ધાને પાછળથી ગળું પકડીને મોઢામાં મરચાની ભુકી નાંખીને સોનાની ચેઇન તોડી ભાગી ગયો અને આજરોજ પણ 5 માસ પહેલાની ઘટના નોંધાઇ જે એક જ સરખી હોય, તે સમયે ફરીયાદીએ ફરીયાદ કેમ ન નોંધાવી? તે પણ તપાસનો વિષય બને છે.