9 March 2019

પગથી પેપર લખી ધો. ૧૨ બોર્ડની પરીક્ષા આપતી નવસારીની સૈફલ જાગાણી


જીવનમાં ઘણી મુશ્કેલીઓ હોય, પરંતુ જેને આકાશ આંબવુ છે એ કોઇપણ ભોગે આકાશ પોતાનુ કરીને જ રહે છે. આવુ જ કંઇક નવસારીની સૈફલ જાગાણીએ કરી બતાવ્યું છે. જન્મથી જ હાથે દિવ્યાંગ સૈફલની ભણવા પ્રત્યેની ધગશને કારણે, તેણે પગને જ પોતાના હાથ બનાવ્યા અને આજે કોઇની પણ મદદ વિના સૈફલ ધોરણ ૧૨ની પરીક્ષા આપી રહી છે. જેનું આજે વિશ્વ મહિલા દિવસે જિલ્લા શિક્ષણાધિકારીએ પરીક્ષા પુરી થયા બાદ સન્માન કરીને સફળતાની શુભેચ્છાઓ પાઠવી હતી.

જન્મથી જ હાથે દિવ્યાંગ જન્મેલી સૈફ્લ જાગાણી હાથે લખી શકતી ન હોવાથી બાળપણમાં શિક્ષણથી વંચિત રહી. પરંતુ એની માતાએ પોતાની દિકરીને સમાજમાં પાછળ ન પડે એ રીતે પ્રોત્સાહત કરી અને દરેક પરિસ્થિતિમાં એના પડખે ઉભી રહી. સૈફલ મોટી થતા એણે એના પગને પોતાના હાથ બનાવ્યા અને પગથી જ લખવાનુ શીખી, જેને કારણે એણે સીધો ધોરણ-૭માં પ્રવેશ લઇ પરીક્ષા આપી અને પાસ પણ થઇ. જાકે ધોરણ ૯ માં પ્રવેશ લેવા માટે સૈફલના માતા-પિતા અચકાતા હતા. પરંતુ નવસારી નગર પાલિકા સંચાલિત નવસારી નગર પાલિકા હાઇસ્કૂલના આચાર્યએ દિવ્યાંગ સૈફલનો ભણવા પ્રત્યેનો ઉત્સાહ અને ધગશ જાઇ અને ધોરણ ૯ માં પ્રવેશ આપ્યો હતો. સાથે જ એને શાળામાં લખવામાં કોઇ સમસ્યા ન નડે એ માટે અલગ બેઠક વ્યવસ્થા પણ કરી આપી હતી.

જેને પગલે સૈફલે ધોરણ ૧૦ પાસ કર્યુ અને આજે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમા આર્ટસની પરીક્ષા આપી રહી છે. શુક્રવારે પ્રથમ ઇતિહાસ વિષયનુ પેપર નવસારીની ચોવીસી હાઇસ્કૂલમાં હતું અને સૈફલ પરીક્ષા આપવા પહોંચી હતી. પગથી સુંદર અક્ષરોએ પેપર લખતી સૈફલને જાઇ સૌ કોઇ અચંબિત હતા. આ વાતની જાણ નવસારી જિલ્લા શિક્ષણાધિકારી આર. એમ. ચૌધરીને થતા તેમણે તરત જ આજના વિશ્વ મહિલા દિવસે ચોવીસી હાઇસ્કૂલમા પહોચ્યા હતા. જયાં પરીક્ષા પુર્ણ થયા બાદ દિવ્યાંગ સૈફ્લને મળી, એને ફૂલ અને ભેટ આપીને એને સન્માનિત કરી હતી. સાથે જ પરીક્ષામાં સફ્ળતા માટે શુભેચ્છાઓ પણ આપી હતી.

વિશ્વ મહિલા દિવસે અને પોતાનુ પ્રથમ પેપર પુર્ણ થયા બાદ જિલ્લા શિક્ષણાધિકારી તેમજ પોતાની શાળાના આચાર્યને જાઇને સૈફ્લ થોડી આશ્ચર્યમાં પડી હતી. સાથે જ તેણે સહજતાથી ફૂલ અને ભેટ સ્વિકારી જિલ્લા શિક્ષણાધિકારી અને શિક્ષકોના આશિર્વાદ મેળવ્યા હતા. જયારે શિક્ષણ પ્રત્યેની એની સફ્ર વિશે વાતો કરી હતી અને આગળ પણ ભણવાની ઇચ્છા દર્શાવી હતી. જાકે સૈફ્લને સંગીતમાં વધુ રસ હોવાથી આગળ એમાં જ કારકિર્દી બનાવવાની કામના વ્યક્ત કરી હતી.