15 March 2019

નવસારી જિલ્લામાં પબ-જી અને મોમો ચેલેન્જ મોબાઇલ ગેમ્સ રમવા પર પ્રતિબંધ


ડિજીટલ ઇન્ડિયામાં રમકડાઓોનું સ્થાન મોબાઇલે લીધુ છે, જેમાં કિશોર અને યુવાનો મોબાઈલ ગેમ્સના રવાડે ચડી જાય છે. જેમાં પબ-જી અને મોમો ગેમ્સના કારણે તેમના વ્યવહારોમાં બદલાવ જાવા મળવાની સાથે તેઓ હિંસક વલણ અપનાવતા હોવાનુ તારણ સામે આવતા જ નવસારી જિલ્લા વહીવટી તંત્ર પણ ચિંતિત બન્યુ છે. સાથે જ જિલ્લા કલેક્ટરે પબ-જી અને મોમો ચેલેન્જ ગેમ્સ ઉપર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ બહાર પાડ્યુ છે. જાહેરનામાનો ભંગ કરીને કોઇપણ ઉપરોક્ત બંને ગેમ્સ રમતા જણાશે, તો તેમની સામે કાયદાકિય પગલા લેવાની જાગવાઇ પણ કરવામાં આવી છે.

ડિજીટલ યુગ અને ઇન્ટરનેટની દુનિયામાં મોબાઇલે વિશ્વને નાનુ કરી નાંખ્યુ છે. મોબાઈલમાં અભ્યાસથી લઇને મનોરંજન તેમજ એકાઉન્ટથી લઇને ધંધાકિય એપ્લીકેશનો દિવસેને દિવસે વધતી જાય છે. ખાસ કરીને નાના બાળકો, કિશોરો અને યુવાનો મોબાઇલ ગેમ્સ પાછળ ઘેલા બનતા હોય છે. જેમાં ઘણી ગેમ્સ એવી છે, જે થોડા સમયમાં કિશોરો અને યુવાનોમાં એટલી પ્રચલિત બની છે, કે ગેમ્સના સારી અસરને બદલે માઠી અસરો સમાજમાં જાવા મળી રહી છે. ખાસ કરીને હાલમાં કિશોરો અને યુવાનોમાં પબ-જી અને મોમો ચેલેન્જ નામની ગેમ્સ એટલી જામી છે કે તેઓ કલાકોના કલાકો એની પાછળ કાઢી નાંખતા હોય છે.

જેના કારણે એમના અભ્યાસ પર અસર થવાની સાથો સાથ તેમના વર્તન, વાણી અને વિકાસ પર પણ માઠી અસર થઇ રહી છે. બંને ગેમ્સના કારણે તેમનામાં હિંસક વૃત્તી વધી રહી હોવાનું તારણ પણ જાણકારોએ કાઢ્યુ છે. જેથી નવસારી જિલ્લા કલેક્ટર અને મેજીસ્ટ્રેટ ડો. એમ. ડી. મોડિયાએ જાહેર સલામતી અને સુરક્ષાને ધ્યાને રાખીને પબ-જી અને મોમો ચેલેન્જ નામની બંને મોબાઇલ ગેમ્સ નવસારી જિલ્લામાં રમવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ બહાર પાડ્યુ છે.

જો કોઇ ગેમ્સ રમતું જણાય, તો પોલીસ મથકે જાણ કરો
જિલ્લા કલેક્ટર અને મેજીસ્ટ્રેટે નવસારીજનોને અપીલ કરી છે કે આ બંને ગેમ્સ કોઇ રમતુ જણાય, તો તાત્કાલિક નજીકના પોલીસ મથકે લેખિત અથવા મૌખિક રૂપે જાણ કરવી. જ્યારે જાહેરનામાનો ભંગ કરનાર સામે ફોજદારી અધિનીયમ ૧૮૬૦ ની કલમ ૧૮૮ અને ગુજરાત પોલીસ એક્ટની કલમ ૧૩૫ હેઠળ કાયદાકિય કાર્યવાહી કરવામાં આવશે. જાકે આ જાહેરનામામાંથી ગુનાના તપાસ  કામગરીરી અને શૈક્ષણિક સંશોધનના સંદર્ભે થતી કામગીરીને બાકાત રાખવામાં આવી છે.