20 April 2019

પાકિસ્તાનની જેલમાંથી છુટેલા ૬ માછીમારો નવસારી વતન પરત


દોઢ વર્ષ અગાઉ માછલીની શોધમાં પાકિસ્તાનની જળ સીમામાં ઘુસી જતા પકડાયેલા નવસારીના ૬ માછીમારોને પાકિસ્તાન સરકારે જેલ મુક્ત કરતા આજે નવસારી પહોîચ્યા હતા. નવસારી પહોચતાની સાથે જ ઘરે પહોચ્યાનો આનંદ એમના ચહેરા ઉપર જોવા મળ્યો હતો. જ્યારે માછી સમાજના આગેવાનોએ નવસારી રેલ્વે સ્ટેશને સ્વાગત કરી માછીમારોને આવકાર્યા હતા.

વર્ષ ૨૦૧૭માં ઓખાની રાધિકા બોટમાં નવસારીના ૬ માછીમારો ખલાસી તરીકે ગયા હતા. જેઓ ૧૧ નવેમ્બર ૨૦૧૭ના રોજ વધુ માછલીની શોધમાં પાકિસ્તાનની જળ સીમામાં ઘુસી જતા પાકિસ્તાન નેવીના હાથે ઝડપાયા હતા. જેમને પાકિસ્તાન નેવીએ ધરપકડ કરીને પાકિસ્તાનની જેલમાં મોકલી આપ્યા હતા. દોઢ વર્ષથી પોતાના પરિવારજનોને મળવાની ઇચ્છા સાથે પાકિસ્તાનમાં સબળતા ૧૦૦ જેટલા માછીમારોને પાકિસ્તાન સરકારે છોડવાનો નિર્ણય કર્યો હતો.

જેની યાદી ભારત સરકારને મોકલી હતી. જેમાં નવસારીના કાંઠાના ગામડાઓમાં રહેતા નયન ખલાસી, છબીલદાસ ખલાસી, બાબુ મણીભાઇ હળપતિ, રવજી મગનભાઇ હળપતિ, મોહન હળપતિ અને રાજેશ ટંડેલ પણ સામેલ હતા.

જેઓને ગત ૧૬મી એપ્રિલ ૨૦૧૯ના રોજ પાકિસ્તાન સરકારે વાઘા બોર્ડરથી ભારત સરકારને સોંપ્યા હતા. ગુજરાતના માછીમારોને લેવા માટે મસ્ત્યદ્યોગ વિભાગના અધિકારીઓ પણ વાઘા બોર્ડર પહોîચ્યા હતા. જ્યાંથી આ માછીમારોને ટ્રેન દ્વારા પ્રથમ વડોદરા અને ત્યાંથી વેરાવળ લઇ જવામાં આવ્યા હતા. વેરાવળ ખાતે ગુજરાત સરકાર મત્સ્યદ્યોગ વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી પુર્ણ કર્યા બાદ તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતુ. જ્યાંથી નવસારીના આ ૬ માછીમારો ટ્રેન મારફતે આજે નવસારી રેલ્વે સ્ટેશને પહોîચતા તેમના પરિવારજનોને આનંદ જોવા મળ્યો હતો.

સાથે જ નવસારી પહોîચતા જ માછીમારોની આંખો પરિવારજનોને જોઇ ખુશીથી છલકાઇ ગઇ હતી. સ્ટેશને માછી સમાજના આગેવાને તમામ માછીમારોનું સ્વાગત કર્યુ હતુ. જ્યારે માછીમારોએ પાકિસ્તાનની જેલના અનુભવો વર્ણવ્યા હતા.