21 May 2019

વિદ્યાર્થીઓ પાસેથી પ્રોસ્પેકટસના લીધેલા નાણા પરત આપવા માંગણી


નવસારીની બીપી બારિયા કોલેજમાં બે દિવસ અગાઉ શરૂ થયેલા પ્રવેશ મુદ્દે આજે એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ નોધાવવામાં આવ્યો હતો. કોલેજે પ્રવેશ પ્રક્રિયા મુદ્દે પોતાના પ્રોસ્પેક્ટસ ૩૦૦ રૂપિયામાં આપી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી છે. જેની સામે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ કોલેજની પ્રવેશ પ્રક્રિયા અમાન્ય હોવાનું અને યુનિવર્સિટીની વિકેન્દ્રિત પ્રવેશ પ્રક્રિયા પ્રમાણે જ વિદ્યાર્થીઓએ પ્રવેશ લેવાની જાણ કરતી જાહેર નોટિસ આપી છે. જેની સામે આજે કોલેજ દ્વારા યુનિવર્સિટીને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટાંકીને સંસ્થા લધુમતી હોવાથી પોતાની રીતે પ્રવેશ આપી શકે એવી કેફ્યિત રજૂ કરી છે અને સાથે જ યુનિવર્સિટીને કાયદાકીય સલાહ લેવાની પણ સલાહ આપી છે. હવે વિદ્યાર્થીઓને કોલેજની પ્રક્રિયા દ્વારા છે કે યુનિવર્સિટીની વિકેન્દ્રિત પ્રક્રિયા દ્વારા પ્રવેશ મળે છે એ જોવું રહયુ.

નવસારીની જાણીતી અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન બીપી બારિયા સાયન્સ ઇન્સ્ટીટ્યુટ પ્રવેશ પ્રક્રિયાને લઈને વિવાદમાં આવી છે. યુનિવર્સિટી દ્વારા ૧૬ મે, ૨૦૧૯ થી દક્ષિણ ગુજરાતની તમામ કોલેજામાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી છે. જેમાં યુનિવર્સિટીની વિકેન્દ્રિત પ્રક્રિયા અનુસાર વિદ્યાર્થીઓને મેરીટ અનુસાર પ્રવેશ મળશે. પરંતુ બીપી બારીયા સાયન્સ કોલેજ દ્વારા સંસ્થા લધુમતી હોવાનું ગાણું ગાઈને પોતાની પ્રવેશ પ્રક્રિયા અપનાવી છે. જેના માટે કોલેજે પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓને ૩૦૦ રૂપિયાના પ્રોસ્પેક્ટસ આપ્યા હતા. બીજી તરફ્ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની સાઇટ પર પણ ઓનલાઈન ફેર્મ ભર્યા બાદ ૨૦૦ રૂપિયા વિદ્યાર્થીઓએ જમા કરવવાના હોય છે. જેથી દક્ષિણ ગુજરાતમાં ફ્ક્ત બીપી બારીયા કોલેજમાં જ વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે ૫૦૦ રૂપિયા ખર્ચવા પડશે એવી વિદ્યાર્થીઓમાં ફરિયાદ ઉઠી હતી.

કોલેજની અપેક્ષાથી વિપરીત યુનિવર્સિટીએ ગત ૧૮ મે, ૨૦૧૯ ના રોજ જાહેર નોટિસ પ્રસિધ્ધ કરવી કોલેજ દ્વારા અપાતાં પ્રવેશને અમાન્ય ગણાવ્યો હતો અને તેના દ્વારા વિદ્યાર્થીઓ પ્રવેશ લેશે તો તેમની પરીક્ષા પણ ન લેવાશે એવી ચેતવણી આપી હતી. સાથે જ યુનિવર્સિટીની વિકેન્દ્રિત પ્રવેશ પ્રક્રિયાથી જ પ્રવેશ લેવા વિદ્યાર્થીઓને જણાવ્યુ છે. જેને લઈને આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ કોલેજમાં જઇ યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયા પ્રમાણે જ પ્રવેશ આપવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં પ્રોસ્પેટસના ૩૦૦ રૂપિયા લઈ યુનિવર્સિટીની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં પણ ૨૦૦ રૂપિયા મળીને પ્રવેશ મેળવવા ૫૦૦ રૂપિયા લઈને નવસારીના વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવ્યો હોવાના આક્ષેપો લગાવ્યા હતા.

જેથી વિદ્યાર્થીઓ પાસેથી પ્રોસ્પેટસના લીધેલા ૩૦૦ રૂપિયા પરત આપવા અને શિક્ષણનું વ્યાપરીકરણ બંધ કરવાની માંગણી કરી હતી. સાથે જ જા પ્રવેશ મુદ્દે યોગ્ય ન્યાય ન મળશે તો કોલેજની માન્યતા રદ્દ કરાવવા યુનિવર્સિટી અને રાજયપાલને રજૂઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

કોલેજે સંસ્થા લધુમતી હોવાથી પ્રવેશ આપવાનો અધિકાર હોવાની કેફ્યિત રજૂ 
સંચાલક મંડળે પણ કોલેજને ઉદ્દેશીને એક પ્રેસનોટ જાહેર કરી હતી. જેમાં સંસ્થા લધુમતી હોવાથી ભારતીય બંધારણ પ્રમાણે અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ અનુસાર પ્રવેશ આપવાનો અધિકાર હોવાની કેફ્યિત રજૂ કરી હતી. સાથે જ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ૨૦ વર્ષમાં ૪ વાર લધુમતી સંસ્થામાં પ્રવેશ અધિકારનો અનાદર કરવામાં આવ્યો હોવાની અને યુનિવર્સિટીમાં પ્રવેશ કમિટીના હોદ્દેદારો બદલાય એટ્લે ફરી વિવાદ ઊભો થતો હોવાનું જણાવ્યુ હતું. ગત ૨૦૧૪ માં પણ સંસ્થાએ ગુજરાત હાઇકોર્ટમાથી હુકમ મેળવીને વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હોવાનું અને પ્રવેશ મુદ્દે યુનિવર્સિટી કાયદાકીય સલાહ લે, તો સ્થિતિ સ્પષ્ટ થશે એવી સલાહ પણ ઉચ્ચારી છે.