26 May 2019

નવસારી જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 79.14 ટકા


સવારે 8 કલાકે ગુજરાત શૈક્ષણિક એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા બોર્ડની વેબસાઈટ ઉપર પરિણામ મુકવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જિલ્લામાં 6 શાળાનું પરિણામ 100 ટકા રહ્યું હતું. જેને જિલ્લા શિક્ષણાધિકારી રોહિતભાઈ ચૌધરીએ અભિનંદન પાઠવ્યા હતા. ઉપરાંત એ1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પણ તેમણે શુભેચ્છા પાઠવી હતી. હાલ બોર્ડનું પરિણામ જોતા નવસારી જિલ્લામાં એ1 ગ્રેડ 6 વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યો હતો. એ2માં 139, બી1માં 594, બી2માં 1483, સી1માં 2180 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા. જિલ્લામાં 16 કેન્દ્રમાંથી સૌથી ઊંચું પરિણામ રૂમલા કેન્દ્રનું 89.52 ટકા તથા સૌથી નીચુ પરિણામ આંબાબારી કેન્દ્રનું 66.67 ટકા રહ્યું હતું.

કૃષ્ણપુરની કાંઠા વિદ્યાલયનું ધોરણ 12નું રિઝલ્ટ 100 ટકા
શ્રી કાકરા વિભાગ કેળવણી મંડળ કૃષ્ણપુર સંચાલિત શ્રી કૃષ્ણપુર સંચાલિત શ્રી કૃષ્ણપુર કાંઠા વિભાગ વિદ્યાલય કૃષ્ણપુરનું પરિણામ 100 ટકા આવ્યું છે. 44 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. શાળામાં પ્રથમ જેમિનીબેન ટંડેલ 83.28 ટકા સાથે પ્રથમ રહી શાળાનું ગૌરવ વધાર્યું હતું. શ્રુતિબેન ટંડેલ 81.57 ટકા સાથે દ્વિતીય અને દિક્ષાબેન ટંડેલ 76.42 ટકા સાથે તૃતીય ક્રમે રહ્યા હ

જિલ્લામાં 100 ટકા મેળવનાર શાળા
  • કૃષ્ણપુર કાંઠા વિદ્યાલય. 
  • સર જે.જે. હાઈસ્કૂલ નવસારી 
  • કોન્વેન્ટ હાઈસ્કૂલ, નવસારી. 
  • નીલકંઠ વિદ્યાલય જલાલપોર 
  • સરસ્વતિ ઉચ્ચત્તર માધ્યમિક (વિદ્યાભારતી) નવસારી 
  • એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ બારતાડ