12 May 2019

નવસારીમાંથી ટોળકી બાળકો ઉઠાવી જતી હોવાની ચર્ચા


નવસારી શહેરમાંથી પિતાની નજર સામે જ તેના બાળકને ઉઠાવી જવાની જિલ્લા બાળ એકમ સામે ફરિયાદ થયા બાદ એની તપાસ ટાઉન પોલીસ કરી રહી છે. જાકે આ ફરિયાદ બાદ નવસારીના લૂન્સીકુઇ અને સિંધિકેમ્પ વિસ્તારમાં સંદિગ્ધ ટોળકી દ્વારા સમયાંતરે ઉઠાવેલા બાળકોને લઈને તેના વાલી-વારસો શોધતી હોવાની ચર્ચાઓ પણ સામે આવતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે. જાકે આ મુદ્દે પોલીસ સંદિગ્ધ ટોળકી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ વચ્ચે કોઈ તાંતણા વણાયેલા છે કે કેમ એની તપાસ કરે તો ઘણી બાબતો પરથી પડદો ઉઠવાની સંભાવનાઓને નકારી શકાય નહી.

નવસારી શહેરમાં કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકમના બે કર્મીઓ દ્વારા થોડા મહિનાઓ અગાઉ શહેરના ઉત્તરી વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારના ઘરમાં ઘૂસીને પિતાની નજર સામેથી જ જબરદસ્તી તેના પુત્રને ઉઠાવી ગયા હોવાની ફરિયાદ ઉઠી છે. જેમાં નવસારી ટાઉન પોલીસ તપાસ કરી રહી છે. પરંતુ આ તપાસ દરમિયાન નવસારી શહેરમાથી અન્ય બાળકોને પણ સંદિગ્ધ ટોળકી દ્વારા ઉઠાવી લઈ જવામાં આવ્યા હોવાનુ સામે આવ્યું છે.

ખાસ કરીને રમતા કે ભીખ માંગતા શ્રમિક બાળકોને સંદિગ્ધ ટોળકી તેના માતા-પિતા કે વાલીઓની જાણ બહાર જ ઉઠાવી ગઈ હતી. હવે જયારે બાળ સુરક્ષા એકમ સામે તપાસ થઈ રહી છે, ત્યારે કેટલાક દિવસોથી સંદિગ્ધ લોકો ઉઠાવેલા બાળકોને પોતાની સાથે રાખીને શહેરના શ્રમિક વિસ્તારોમાં ફરી રહયા છે.! જેમાં બાળકો સાથે રાખીને તેમના વાલી વારસોની ઓળખ કરીને કોઈક પત્ર પર હસ્તાક્ષર પણ કરાવતા હોવાની વાતો વહેતી થઈ છે. જાકે આ પ્રકરણમાં પોલીસ દ્વારા આવી કોઈ ગતિવિધિ બાબતે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી અથવા પોલીસને કદાચ જાણ પણ ન હોય શકે એવી વાતો પણ ઉઠી છે.

જાકે નવસારી પોલીસ વડા ચાઇલ્ડ ટ્રાફિકિંગ જેવી સ્થિતિની વાતો વચ્ચે સંદિગ્ધ ટોળકી અને જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મીઓ સામે થયેલી ફરિયાદ બાબતે તટસ્થ તપાસ કરાવે તો દ્યણી હકીકતો સામે આવવાની સંભાવના રહેલી છે.

તપાસ પૂર્ણ થયા બાદ જ ચોક્કસ નિર્ણય પર પહોંચી શકાશે
જલ્લા બાળ એકમ સામે ફરિયાદ થઈ હતી અને એ મુદ્દે તપાસ સાથે જ નિવેદનો પણ નોધવામાં આવ્યા છે. જાકે હજુ કેટલાક પ્રશ્નોનો ખુલાસો નથી થયો અને તપાસ હજુ ચાલુ છે. જેથી તપાસ પૂર્ણ થયા બાદ જ કોઈ ચોક્કસ નિર્ણય પર પહોંચી શકાશે. - જી.આર.રબારી, પી.આઈ., નવસારી ટાઉન

પુત્રને શોધતા શોધતા પિતાએ પ્રાણ ત્યાગ્યા!
ચાઇલ્ડ ટ્રાફિકિંગની ચર્ચાઓ વચ્ચે વિશ્વાસનીય સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે, શહેરના શ્રમિક પરિવારના પુત્રને સંદિગ્ધ ટોળકી ઉઠાવી ગઈ હતી. પુત્ર ઘરે નહિ પહોંચતા પરિવાર વ્યાકુળ બન્યો હતો. પોતાના વહાલસોયા પુત્રને શોધવા પિતાએ રાત દિવસ એક કર્યા હતા અને બે વર્ષ સુધી એને શોધ્યો હતો. પુત્રનો કોઈ પત્તો ન મળતા તેના વિરહમાં પિતાએ જીવા છોડ્યો હોવાની વાતો પણ સામે આવી હતી. જયારે પુત્રની માતાએ પતિના અવસાન બાદ અન્યત્ર લગ્ન કરી લીધા હતા.

સિંધિકેમ્પની ગલીઓમાં પણ વાલીઓને શોધ્યા હોવાની વાતો
નવસારીના સિંધીકેમ્પ વિસ્તારમાં બાળકો ઉઠાવનારી સંદિગ્ધ ટોળકી મરૂટી વાનમાં બાળકોને લઈને અઠવાડીયા અગાઉ ફરી હોવાની વાતો પણ સામે આવી છે. ટોળકી દ્વારા ઊઠવેલા બાળકોના વાલી વારસો શોધવા સિંધિકેમ્પ વિસ્તારની ગલીઓ અને સોસાયટીઓમાં યુધ્ધના ધોરણે ચર્ચા ઓપરેશન હાથ ધરાયું હોવાની ચર્ચાઓ વેગવંતી બની છે. જા શહેર પોલીસ સિંધિકેમ્પ વિસ્તારના સીસીટીવી કેમેરાઓના ફૂટેજ મેળવીને તપાસ કરે, તો સંદિગ્ધ ટોળકી હાથમાં આવે એવી સંભાવનાને નકારી શકાય નહી.