1 May 2019

ફળોનાં રાજા કેરીનું નવસારી APMC માં આગમન : સ્વાદ રસિકોમાં આનંદ


ફળોનાં રાજા કેરીનું નવસારી એપીએમસી માર્કેટમાં ર0 દિવસ મોડું આગમન થયું છે. હાલમાં એપીએમસી માર્કેટમાં રોજીંદી રપ00થી 3000 મણ વિવિધ કેરીઓ હરાજી માટે આવતા કેરીનાં રસીયાઓમાં આનંદ જોવા મળે છે. કેસર કેરીનો રૂ.૮ર0થી ર330 સુધીનાં એક મણ (ર0 કિલો ગ્રામનાં) જેટલા ઉંચા ભાવથી ખેડૂતોમાં ખુશી જોવા મળે છે.

ચાલુ વર્ષે નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે ઠંડી વચ્ચે ઠેર ઠેર આંબાવાડીઓમાં વિપુલ પ્રમાણમાં આમ્ર મંજરીઓ ફૂંટતા સ્વાદનાં રસીયાઓ ફળોનાં રાજા કેરીનો સારો પાક થવાની ખુશાલી રહેતા વાતાવરણને કારણે (આમ્ર મંજરી) આંબા પરનો મોર કાળો પડી ખરી પડતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ હતી.

હાલમાં નવસારી જીલ્લામાં ઠેર ઠેર આંબાવાડીઓમાં ફળોનાં રાજા કેરીનો પાક તૈયાર થવા લાગતા કેરીનાં રસીયાઓ કેરીનો સ્વાદ માણવા માટે થનગની રહ્યા છે. ચાલુ વર્ષે નવસારી એપીએમસી માર્કેટ (વિરાવળ) ખાતે ર0 દિવસ મોડી કેરીની સીઝન શરૂ થવા પામી છે. પરંતુ ખેડૂતો દ્વારા નવસારી એપીએમસી માર્કેટમાં હાલમાં રોજની 3000 મણ જેટલી વિવિધ કેરીઓ હરાજી માટે લાવવામાં આવી રહી છે.

જેમાં કેસર, રાજાપુરી, લંગડો, હાફુસ, તોતાપુરી, દશેરી વગેરે કેરીઓનો જથ્થો વિપુલ પ્રમાણમાં હરાજી માટે આવતા કેરીનાં વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળે છે. હાલમાં નવસારી એપીએમસીમાં આવતી પ્રખ્યાત કેસર કેરીનો ર0 કિલોગ્રામનો રૂ.૮ર0થી ર330 સુધીનાં ઉંચા ભાવોથી સ્વાદ રસીયાો અવઢવમાં મુકાયા છે. પરંતુ કેરીનાં ઓછા પાકને કારણે ઉંચા અને પોષણક્ષમ ભાવ ખેડૂતોને મળે તેવી આશા વ્યક્ત કરી રહ્યાં છે. નવસારી એપીએમસી માર્કેટમાં કેરીનાં આગમનથી કેરીનાં સ્વાદ રસીયાઓમાં આનંદ જોવા મળી રહ્યો છે.

કેરીઓનો હરાજીનો ભાવ